Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » આધ્યાત્મિક જીવનશૈલી, બિઝનેશ જીવનશૈલી

મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-અસત્યયરૂપી

by on September 30, 2011 – 10:04 am No Comment
[ssba]

અસત્યયરૂપી

જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઇ જાય. આ વિવેકને વશ થઇ આ ઘરધણી બાઇની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઇ ગઇ. મારી ચાલ કંઇ ધીમી નહોતી. પણ તેની ચાલ મારા કરતાં પણ તેજ. એટલે મારે તેની પાછળ ઘસડાવું રહ્યું. એ તો આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યાએરે મારે મોઢેથી કોઇ વેળા ‘હા’ કે કોઇ વેળા ‘ના’ નો સૂર નીકળે. બહુ બોલી નાખું તો ‘કેવું સુંદર ! ’ એટલો બોલ નીકળે! તે તો પવનમાં ઊડતી જાય અને હું ઘરભેળાં કયારે થવાય એ વિચાર કરું. ‘હવે પાછા વળીએ’ એમ કહેવાની હિંમત ન ચાલે. એવામાં એક ટેકરીની ટોચે અમે આવી ઊભાં. પણ ઊતરવું કેમ ? પોતાના ઊંચી એડીના બૂટ છતાં આ વીસપચીસ વર્ષની રમણી વીજળીની જેમ ઉપરથી ઊતરી ગઇ. હું તો હજી શરમિંદો થઇ ઢોળાવ કેમ ઊતરાય એ વિચારી રહ્યો છું. પેલી નીચે ઊભી હસે છે; મને હિંમત આપે છે; ઉપર આવી હાથ ઝાલી ઘસડી જવાનું કહે છે ! હું એવો નમાલો કેમ બનું ! માંડ માંડ પગ ઘસડતો, કાંઇક બેસતો ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ‘શા…બ્બા!…શ’ કહી મને શરમાયેલોન વધુ શરમાવ્યો. આવી મશ્ક’રીથી મને શરમાવવાનો તેને હક હતો.
પણ દરેક જગાએ હું આમ કયાંથી બચી શકું ? અસત્ય નું ઝેર ઇશ્ર્વર મારામાંથી કાઢવાનો હતો. જેમ વેંટનર તેમ બ્રાઇટન પણ દરિયાકિનારે આવેલું હવા ખાવાનું મથક છે. ત્યાં એક વેળા હું ગયો. જે હોટેલમાં ગયો ત્યાં એક સાધારણ પૈસાપાત્ર વિધવા ડોશી પણ હવા ખાવા આવેલી હતી. આ મારો પહેલા વર્ષનો સમય હતો – વેંટનર પહેલાંનો. અહીં ખાણામાં વાનીઓના ખરડામાં બધાં નામો ફ્રેંચ ભાષામાં હતાં. હું તે ન સમજું. આ ડોશી બેઠી હતી તે જ ટેબલે હું પણ હતો. ડોશીએ જોયું કે હું અજાણ્યો છું ને કંઇક ગભરાટમાં પણ છું. તેણે વાત શરૂ કરી.
‘તમે અજાણ્યા લાયો છો. તમે કંઇક મૂંઝવણમાં છો. તમે કંઇ ખાવાનું હજી નથી મગાવ્યું ! ’
હું પેલો વાનીઓનો ખરડો વાંચી રહ્યો હતો ને પીરસનારને પૂછવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે મેં આ ભલી બાઇનો ઉપકાર માન્યો અને કહ્યું, ‘આ ખરડો હું સમજતો નથી ને હું અન્નાહારી હોઇ કઇ વસ્તુ ઓ નિર્દોષ છે એ મારે જાણવું રહ્યું. ’
પેલી બાઇ બોલી, ‘ત્યા રે લો તમને મદદ કરું ને ખરડો હું સમજાવું. તમારાથી ખાઇ શકાય એવી વસ્તુઓ હું તમને બતાવી શકીશ. ’
મેં તેની મદદ સાભાર સ્વીકારી. અહીંથી અમારો સંબંધ થયો તે હું જયાં સુધી વિલાયતમાં રહ્યો ત્યાં સુધી અને ત્યાર બાદ પણ વરસો લગી નભ્યો. તેણે લંડનનું પોતાનું ઠેકાણું આપ્યું ને મને દર રવિવારે પોતાને ત્યાં ખાવા જવાને નોતર્યો. પોતાને ત્યાં બીજા અવસર આવે ત્યારે પણ મને બોલાવે, ચાહીને મારી શરમ મુકાવે, જુવાન સ્ત્રી ઓની ઓળખાણ કરાવે ને તેમની સાથે વાતો કરવા લલચાવે. એક બાઇ તેને ત્યાં જ રહેતી. તેની સાથે બહુ વાતો કરાવે. કોઇ વેળા અમને એકલા પણ છોડે.
પ્રથમ મને આ બધું વસમું લાગ્યું. વાતો કરવાનું ન સૂઝે. વિનોદ પણ શું કરાય ? પણ પેલી બાઇ મને પાવરધો કરતી રહે. હું ઘડાવા લાગ્યો. દર રવિવારની રાહ જોઉં. પેલી બાઇની સાથે વાતો પણ ગમવા લાગી.
ડોશી પણ મને લોભાવ્યે જાય. તેને આ સોબતમાં રસ લાગ્યો. તેણે તો અમારું બન્નેનું ભલું જ ચાહ્યું હશે.
હવે હું શું કરું ? મેં વિચાર્યું: ‘જો મેં આ ભલી બાઇને મારા વિવાહની વાત કરી દીધી હોત તો કેવું સારું ? તો તે મારા કોઇની સાથે પરણાવવાની વાત ઇચ્છ ત? હજુ પણ મોડું નથી. હું સત્ય કહી દઉં તો વધારે સંકટમાંથી ઊગરી જઇશ. ’ આમ ધારી મેં તેને કાગળ લખ્યો. મને યાદ છે તે પ્રમાણે તેનો સાર આપું છું. ’
‘આપણે બ્રાઇટનમાં મળ્યાં ત્યારથી તમે મારા પર પ્રેમ રાખતાં આવ્યાં છો. જેમ મા પોતાના દીકરાની સંભાળ રાખે તેમ તમે મારી સંભાળ રાખો છો. તમે તો એમ માનો છો કે મારે પરણવું જોઇએ અને તેથી તમે મારો પરિચય યુવતીઓની સાથે કરાવો છો. આવો સંબંધ વધારે આગળ જાય તે પહેલાં મારે તમને કહેવું જોઇએ કે હું તમારા પ્રેમને લાયક નથી. તમારે ઘેર આવતો થયો ત્યારે જ મારે તમને કહેવું જોઇતું હતું કે હું તો પરણેલો છું. હિંદુસ્તાંનના વિદ્યાર્થીઓ જે પરણેલા હોય છે તે આ દેશમાં પોતાના વિવાહની વાત પ્રગટ નથી કરતા એમ હું જાણું છું. તેથી મેં પણ એ રિવાજનું અનુકરણ કર્યું. હવે હું જોઉં છું કે મારે મારા વિવાહની વાત મુદ્દલ છુપાવવી નહોતી જોઇતી. મારે તો વધારામાં ઉમેરવું જોઇએ કે હું બાળવયે પરણેલો છું અને મારે એક દીકરો પણ છે. આ વાત તમારી પાસે ઢાંકયાને સારુ મને હવે બહુ દુઃખ થાય છે. પણ સત્ય કહી દેવાની હવે મને ઇશ્ર્વરે હિંમત આપી, તેથી મને આનંદ થાય છે. મને તમે માફ કરશો ? જે બહેનની સાથે તમે મારો પરિચય કરાવ્યો છે તેની સાથે મેં કશી અયોગ્ય. છૂટ લીધી નથી તેની ખાતરી આપુ છું. મારાથી છૂટ ન જ લેવાય એનું મને સંપૂર્ણ ભાન છે. પણ તમારી ઇચ્છા તો સ્વાભાવિકપણે જ મારો કોઇની સાથે સંબંધ બંધાયેલો જોવાની હોય. તમારા મનમાં આ વસ્તુ આગળ ન વધે તે ખાતર પણ મારે તમારી પાસે સત્યો પ્રગટ કરવું જોઇએ.
‘જો આ કાગળ મળ્યા પછી તમે તમારે ત્યાંસ આવવાને સારુ મને નાલાયક ગણશો તો મને મુદ્દલ ખોટું નહીં લાગે. તમારી મમતાને સારુ હું તમારો સદાયનો ઋણી થઇ ચૂકયો છું. જો તમે મારો ત્યાગ નહીં કરો તો હું ખુશી થઇશ એ મારે કબૂલ કરવું જોઇએ. તમારે ત્યાં આવવાને હજુ મને લાયક ગણશો તો તેને તમારા પ્રેમની એક નવી નિશાની ગણીશ, અને તે પ્રેમને લાયક થવા મારો પ્રયત્ન જારી રહેશે. ’
વાંચનાર સમજે કે આવો કાગળ મેં ક્ષણવારમાં નહીં ઘડયો હોય. કોણ જાણે કેટલા મુદ્દા ઘડયા હશે. પણ આવો કાગળ મોકલીને મેં મારા ઉપરથી મહાન બોજો ઉતર્યો.
લગભગ વળતી ટપાલે પેલી વિધવા મિત્રનો જવાબ આવ્યો. તેમાં તેણે જણાવ્યું :
‘તમારો ખુલ્લા દિલનો કાગળ મળ્યો. અમે બન્ને રાજી થયાં ને ખૂબ હસ્યાં. તમારા જેવું અસત્ય તો ક્ષંતવ્યુ જ હોય. પણ તમે તમારી હકીકત જણાવી એ ઠીક જ થયું. મારું નોતરું કાયમ છે. આવતે રવિવારે તમારી રાહ અમે જોઇશું જ. તે તમારા બાળવિવાહની વાતો સાંભળશું, ને તમારા ઠઠ્ઠા કરવાનો આનંદ પણ મેળવીશું. આપણી મિત્રતા તો જેવી હતી તેવી જ રહેશે એ ખાતરી રાખજો. ’
આમ મારામાં અસત્યેનું ઝેર ભરાઇ ગયું હતું તે મેં કાઢયું અને પછી તો કયાંયે મારા વિવાહ વગેરેની વાતો કરતાં હું મૂંઝાતો નહીં.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.