બાળકને ક્યારેય લાલચ ન આપો
બાળકોને લાલચ આપવાથી તેને ખોટી આદત પડે છે. ખોટા સમયે આપવામાં આવેલી વસ્તુ લાલચ જ કહેવાય, જે લાંબા ગાળે કુટેવને જન્મ આપે છે.
કોઈ પણ વસ્તુની લાલચ કદાચ બાળકને ટૂંકા ગાળા માટે કશુંક કામ પૂરું કરવા પ્રેરશે પણ લાંબા ગાળે તે નુકસાન કરશે. જેનાથી બાળકોને આવી વસ્તુઓ વારંવાર માંગવાની પ્રેરણા મળશે.
વધુ સારી રીતે કામ કરવા બદલ તેને પ્રોત્સાહન આપવું તે લાલચ નથી. લાલચ અને પ્રોત્સાહન વચ્ચે ઘણી પાતળી ભેદરેખા છે.
જેમ કે, તમે કહી શકો કે આજે સાગરના સારા માર્કસ આવ્યા છે તે બદલ ઘરમાં શીરો બનવો જ જોઈએ. પણ આજે સાગરે ઘરકામ પૂરું કર્યું છે તેથી હૉટલમાં તો જવું જ પડશે ! અહીં મોટો તફાવત છે. એક વાર હૉટલમાં લઈ ગયા પછી બીજા દિવસે ઘરકામ કરાવવાની રામાયણ તો રહેવાની જ છે.
રોજિંદાં કાર્યો આપ સહજ રીતે કરો છો તે જ રીતે બાળકોએ પણ કરવાં જ જોઈએ. તેમાં ક્યારેય બાંધછોડ ન કરીએ. લાલચ પણ ન આપીએ.
મા-બાપનો ફાયદો કઈ રીતે ઉઠાવવો તે બાળક વધુ સારી રીતે જાણે છે. તેમના માનસમાં સારાં કાર્યો કરવા બદલ ભેટસોગાદ અથવા વખાણના શબ્દો મળશે તેવી આશા જરૂર જન્માવીએ. પણ આને હંમેશની કસરત ન બનાવીએ.
સારાં કામો કરીએ અને તેની સાથે સારા શબ્દો સાંકળીને એક સ્વસ્થ અનુભવ બેસાડીએ. બાળકના મનમાં એક એવી ભાવના ઊભી કરીએ કે ભવિષ્યમાં આવાં કામો માટે તેને માતા – પિતાનો સહકાર જરૂર મળશે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )