પ્રાચીન ભકતકવિ દયારામ

નામઃ ભકતકવિ દયારામ

જન્મ:૧૮ ઓગસ્ટ ૧૭૭૭માં વડોદરા જિલ્લાના ચાંદોદ ગામ

કુટુંબ

પિતા – પ્રભુરામ કે પ્રભાશંકર
માતા – રાજકોર

જીવન વિશેષઃ પંદર વર્ષની ઉંમરે માતાપિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ ડભોઇ જઇને રહ્યાં એ અપરિણીત રહ્યા ને પછી રતનબાઈ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતાં જીવન પર્યંત તેની ભક્તિભરી સેવા છોછ વિના લીધી..શરીરે દેખાવડા હતાં અને ગળામાં મીઠાસ, તેઓ સારું ગાઇ શકતા અને સિતાર પણ વગાડતાં.
બાર વર્ષ સુધી વિવિધ વ્યાધી ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમને ત્રણ ભગંદર, તાવ, પરમિયો, સારણગાંઠ, અંતર્ગળ, મૂત્ર-કચ્છનો રોગ હતા.
સમગ્ર ભારતની ત્રણ વાર પરિક્રમા કરી છે. આથી તેઓ વિવિધ ભાષાથી પરિચિત છે.
તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ, મારવાડી વગેરે ભાષામાં રચના કરી છે.

શિષ્યોઃ  છોડભાઇ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઇ, ત્રિકમદાસ અમીન, વસંતરામભાઇ, લલ્લુભાઇ કાયસ્થ આદીહતાં. તેમને સ્ત્રીમંડળ પણ હતું તેમાં રતનબાઇ સોની મુખ્ય શિષ્યા હતી.

રચનાઃ  ગુજરાતીમાં – ૭૦૦૦
હિન્દીમાં   – ૧૨૦૦૦
મરાઠીમાં   – ૨૦૦
પંજાબીમાં  – ૪૦
સંસ્કૃતમાં  –  ૧૫
ઉર્દુમાં    –  ૭૫
મારવાડિમાં – ૭

આ ઉપરાંત તેમણે સવાલાખ જેટલા પદો રચ્યા છે.
અકળલીલા, અકળચરિત્ર ચંદ્રિકા(હિન્દી)),
અજામીલ આખ્યાન, અનન્ય ચંદ્રિકા (હિન્દી),
અનન્યાશ્રય, અનુભવમંજરી (હિન્દી),
અન્યાયમર્દન, અપરાધ ક્ષમાસ્તોત્ર. અષ્ટપટરાણી વિવાહ, આશરવાદ, ઇશ્વરતાપ્રતિપાદિક (હિન્દી),
ઇશ્વર નિરીક્ષણ, એકાગ્રતા, ઓખાહરણ,
કમળલીલા, કાત્યાયીનો ગરબો, કાશીવિશ્વેશ્વરનિ લાવણી, કાળજ્ઞાનુસાર,
કુંવરબાઇનું મોસાળું, કૂટકાવ્યાદિના નમૂના, કૃષ્ણઅષ્ટોત્તરશતનામ,
કૃષ્ણઅષ્ટોત્તરશતનામ ચિંતામણિ, કૃષ્ણઉપવીત, કૃષ્ણક્રીડા,
કૃષ્ણજન્મખંડ, કૃષ્ણના ધ્યાનનું ધોળ, કૃષ્ણનામ ચિંતામણિ, ક્રુષ્ણયજ્ઞોત્તરશતનામ, ક્રુષ્ણસ્તુતિ, કૌતકરત્નાવલિ (હિન્દી),
કલેશકોઠાર (હિન્દી),
ક્ષમાપરાધષોડશી,
ગધેડાની ગાય ન થાય, ગરબી તથા પદ, ગુરુનો ઉપદેશ, ગુરુપૂર્વાધ (હિન્દી),
ચાતુરચિત વિલાસ (હિન્દી),
ચાતુરીનો ગરબો, ચિત્તશુદ્ધિ, ચિંતાચૂર્ણિકા, ચિંતામણિ, ચિંતામણિ (હિન્દી),
ચેતવણી, ચોવિસ અવતારનું ધ્યેય, ચોરાશી વૈષ્ણવ, દશમ અનુક્રમણિકા (હિન્દી),
દશમલીલા અનુક્રમણિકા, દાણચાતુરી, દીનતા સ્વરૂપ, દ્રષ્ટકૂટ, દીનતા-આશ્રય-વિનતિના પદ, દ્રષ્ટાંતિક દોહરા, દ્વિલીલામૃત સ્વરૂપનો ગરબો, નાગ્નજીતી વિવાહ, નામપ્રભાવબત્રિસી, નિતિભક્તિ ધોળ, નીતિવૈરાગ્ય (હિન્દી અને મરાઠી),
નરસિંહ મહેતાનિ હૂંડી, પત્રલીલા, કવિત, પંદર તિથિ (ભાગ ૧ અને ૨),
પરીક્ષાપ્રદીપ, પારણું, પિંગળસાર, પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ, પૃષ્ટિભક્તરૂપમલિકા (હિન્દી),
પુષ્ટિપથ રહસ્ય, પુષ્ટિપથ સારમણિદામ (હિન્દી),
પ્રબંધ, પ્રબોધબાવની, પ્રમેયપંચાવ તથા સ્વાંતઃકરણ સમાધાન, પ્રશ્નોત્તર માલિકા, પ્રસ્તાવચંદ્રિકા (હિન્દી), પ્રસ્તવિકપિયુષ (હિન્દી),
પ્રેમપરિક્ષા, પ્રેમપ્રશંસા, પ્રેમમંજરી, પ્રેમરસગીતા, બહુશિષ્ય ઉત્તરાર્ધ (હિન્દી),
બાનાધારી અંતરનિષ્ટ સંવા નાટક, બાર માસ, બાળલીલા (ભાગ ૧ અને ૨),
બૃજવિલાસામૃત, ભ્રાહ્મણભક્તવિવાદ નાટક, ભક્તવેલ, ભક્તિ (હિન્દી અને ગુજરાતી), ભક્તિ દ્રઢત્વ, ભક્તિપોષણ, ભક્તિવિધાન, ભગવત ઇચ્છોત્કર્વતા (હિન્દી),
માયામતખંડન (હિન્દી), મીંરાચરિત્ર, મુરલીલીલા (પંજાબી), મુર્ખલક્ષણાવલિ (હિન્દી), મોહનીસ્વરૂપ, મોહમર્દન, યમુનાજીની સ્તુતિ, રસિકરંજન, રસિકવલ્લભ, રસિયાજીના મહિના, રાધા અષ્ટોતરશતનામ, રાધાજીનો વિવાહખેલ, રાધિકાનીનાં વખાણ, રાધિકાજીનું સ્વપ્નું, રાધિકા પોતાની માતાને કહે છે, રાધિકા વિરહના દ્વાદશ માસ, રાસપંચાધ્યાયી, રાસલીલા, રુક્મિણીવિવાહ, રુક્મિણીસીમંત, રુક્મિણીહરણ, રૂપલીલા, વલ્લભ અષ્ટેત્તરશતનામ,  વલ્લભનો પરિવાર, વસ્તુવૃંદદીપિકા (હિન્દી), વહાલાજીના મહિના, વિજ્ઞપ્તીવિલાસ (હિન્દી), વિઠ્ઠલઅષ્ટોત્તરશતનામ, વિનયબત્રીસી, વિશ્વાસાગ્રતગ્રંથ, વિશ્વાસામૃત (હિન્દી), વૃત્રાસુરાખ્યાન, વ્રૂંદાવનવિલાસ (હિન્દી), વ્રજભક્ત અષ્ટોત્તરશતનામહીરાવલિ, વ્રજમહિમા, વ્રજવાસિનિનો ગરબો, વ્રેહવિલાસ, શિક્ષા, શુદ્દાદ્વૈતપ્રતિપાદન (હિન્દી), શૃંગાર (હિન્દી), શ્રીકૃષ્ણનામ ચંદ્રકળા(હિન્દી), શ્રીકૃષ્ણનામચંદ્રિકા (હિન્દી), શ્રીકૃષ્ણનામ મહામત્ય (હિન્દી), શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમંજરી, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમાધુરી, શ્રીકૃષ્ણનામ રત્નમલિકા (હિન્દી), શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમાર્તંડ (હિન્દી),
શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા (હિન્દી), શ્રીકૃષ્ણસ્તવન મંજરી, શ્રીકૃષ્ણનામામય્તધારા,
શ્રીકૃષ્ણનામામૃતધ્વનુલઘુ (હિન્દી), શ્રીકૃષ્ણનામાવલિ, શ્રી ગુરુદેવચંદ્રિકા કે ગુરુપ્રભાવ ચંદ્રિકા, શ્રીનાથજીનું વર્ણન, શ્રી પુરુષોત્તમ પંચાંગ, શ્રીભાગવત અનુક્રમણિકા (હિન્દી), શ્રી ભાગવત મહામત્મ્ય, શ્રીશેષશાઇનું ધોળ, શ્રીહરિભક્તચંદ્રિકા,  શ્રીહરીભક્તા, શ્રીહરિસ્વપ્નસત્યયા (હિન્દી), ષડઋતુ વર્ણન,
ષડરિપુ સંશયછેદક (હિન્દી), સતસૈયા (હિન્દી), સત્યભામાવિવાહ, સંતતિવિરાગ, સપ્રદાયસાર, સાત વાર સારાવલિ, સિદ્વાંતસાર (હિન્દી), સ્તવનપીયૂષ (હિન્દી), સ્તવનમાધુરી, સ્વરૂપતારતમ્ય, સ્વભ્યાપારપ્રભાવ (હિન્દી), હનુમાનગરૂડસંવાદ, હરિદાસ મણિમાળ (હિન્દી), હરિનામમાળા, હરિનામવેલિ, હરિભક્તરત્નમાળા, હરિસ્વપ્નસત્યતા, હીરાવલી.
ગુજરાત માટે ગર્વની વાત એ છે કે ઉપર્યુક્ત સઘળી રચનાઓ પ્રાપ્ય છે.

કૃષ્ણગીત

ઓ  વ્રજનારી  !  શા  માટે   તું   અમને  આળ  ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે    મોહને    મ્હેર   આણિ   મનમાં,   ઓ   વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,
સુખદુઃખ   કાંઇ   દિલમાં   નવ   લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે     ઉપર      છેદ    પડાવિયા,     ઓ      વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,
દેહ     અર્પી   અર્ધ    અંગે    દીધી,   ઓ   વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા    ભેદગુણ    દીસે      ભારી    !   ઓ      વ્રજનારી !

અવસાન : ૨૮ ફેબ્રુઆરી ૧૮૫૨ (કેટલાકના મતે ૯ ફેબ્રુઆરી ૧૮૫૨ માઘ વદ ૫, સંવત ૧૯૦૮)

ગોર્વધનરામે તેમને અંજલિ આપતા લખ્યું : “આપણા આદિ કવિ (નરસિંહ) અને અંતિમ કવિ (દયારામ) એ પોતાના યુગોમાં ભક્તિમાર્ગના જે શિખરો રચી તેની ઉપર પોતાના સ્થાનકો રચ્યાં છે તેનાથી અડધી ઊંચાઈનું શિખર વચ્ચે કોઈ કવિએ દેખાડ્યું નથી.”

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors