Home » સ્ત્રી જીવનશૈલી

પત્ની અને પ્રેમિકા એક તફાવત, એક તુલના

by on September 28, 2010 – 8:18 am No Comment | 1,344 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

પત્ની એટલે સહધર્મચારિણી. પતિનું અર્ધું અંગ. પતિનાં સુખ, દુઃખમાં સદૈવ અગ્રેસર રહેતું પતિનું અર્ધું
અંગ. પત્ની એટલે સંસાર રથનું બીજું પૈડું. એક પૈડું. પતિ તો બીજું પૈડું પત્ની. આ બંને પૈડાં એકસરખાં હોય
એટલે સંસાર રથ સડસડાટ ચાલ્યા કરે છે. તેમાં રસ્તો ઊબડખાબડ આવે તો પણ રથ સડસડાટ ચાલ્યા કરે છે.
પતિ જયારે કોઇ લગ્નસમારંભમાં હાજરી આપવા જાય, કોઇના ઘેર કોઇ પ્રસંગ માણવા જાય કે કોઇપણ કામે
જાય તો તેની સાથે તેની પત્ની શોભે. પત્ની એટલે પતિનું સર્વસ્વ. પત્ની બાળકોની માતા છે તો ઘરની રાણી
છે. તેના થકી જ ઝૂંપડી જેવું ઘર પણ રાજમહેલ જેવું સુંદર બની શકે છે. જો પત્ની ઊત્તમ તથા કુળવાન હોય તો
પતિનું જીવન સ્વર્ગસમું બની જાય છે. ઘણી વખત માર્ગ ભૂલેલા છોકરાનાં લગ્ન થતાં જ પત્ની તેને સીધા રસ્તાં
પર લાવી દે છે. તેને તેની મનમાની ચલાવવા નથી દેતી. કદાચ એટલે જ રાજ કપૂરે તેમની ફિલ્મ સત્યમ્
શિવમ્ સુંદરમ્માં શશી કપૂરનાં મુખે ગીત ગવડાવ્યું છે કે વો ઔરત હૈ તૂ મહબૂબા વો સબ કુછ હૈ તૂ કુછ ભી
નહ ભગવાન શ્રીરામે સીતામાતાને ધોબીનાં વચનથી ત્રસ્ત થઇ વનવાસ આપ્યો. તે પછી તેમણે અશ્વમેઘ
યજ્ઞ આરંભ્યો. હવે રામ તો રધુકુળના વંશજ. તેમના કુળમાં પ્રાણ જાય પરંતુ પરંતુ વચન ન જાય તેવી ટેક. હવે
યજ્ઞ તો માતા સીતા વગર થાય નહ. જો તેઓ સીતામાતાને તેડું મોકલે તો તેમની કુલપરંપરા તૂટે. તેથી તેમણે
તેમના કુલગુરુ વશિષ્ટની સલાહ લીધી. મહાત્મા વશિષ્ટજીએ કહ્યું કે,\” યજ્ઞમાં પત્ની સિવાય આહુતિ આપશો
તો તે યજ્ઞભાગ જે તે દેવ સ્વીકારશે નહ. માટે સીતાજીની ગેરહાજરીમાં તમે તેમની સોનાની ર્મૂિત બનાવડાવી
તમારી બાજુમાં મુકાવી યજ્ઞ આરંભો. આમ કોઇપણ શુભ કે અશુભ પ્રસંગે પત્નીની હાજરી આવશ્યક છે. તેથી
જ કહેવાયું છે કે પત્ની પતિની ધર્મસંગિની છે.
વાત હવે આવે છે પ્રેમિકાની. પ્રેમિકા એટલે પતિ કે પ્રેમીની સ્નેહાંગના. પ્રેમિકાની હાજરી માત્રથી પ્રેમી
અથવા પતિ ખુશખુશાલ થઇ જાય. તેનાં રોમરોમ ખીલી જાય. તે આનંદના મહાસાગરમાં હિલોળા લેવા
લાગે. પ્રેમિકા પાસે હોય એટલે તેનાં દરેક કામ ખૂબ સ્પીડમાં તથા ખૂબ ચિવટથી થાય. પ્રેમી અથવા પતિ
પોતાની પ્રિયાની હાજરીમાં મોગરાની જેમ ખીલી જાય. તે પ્રેમિકા માટે બધું જ કરી છૂટવા તત્પર બની જાય
છે. કહેવાય છે કે પ્રેમિકાનું આયુષ્ય (ઉંમરના સંદર્ભમાં નહ પણ સંબંધના સંદર્ભમાં) ફૂલની પાંખડી પરના
ઝાકળના ટીપાં જેટલું જ હોય છે.
એમ પણ કહેવાય છે કે કોઇપણ સફળ પુરુષ પાછળ કોઇ સ્ત્રીનો હાથ હોય છે. આ હાથ મોટેભાગે તો
પ્રેમિકાનો જ હોય છે.

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: