ધર,ઓફિસ અને સમાજના લોકો સાથે ધનિષ્ટ સંબંધો કેળવવાની માટેની કેટલીક \”ટિપ્સ\”

ધર,ઓફિસ અને સમાજના લોકો સાથે ધનિષ્ટ સંબંધો કેળવવાની માટેની કેટલીક \”ટિપ્સ\”
સારા શ્રોતા બનો.
અન્ય જીવનમાં સાકાર પામી રહેલી ધટનઆનું બારીકરણથી નિરિક્ષણ કરો.યાદ રઆખો આપણી પાસે એક મોઢુ અને બે કાન છે.આનો ઉપયોગ આપણે કેટલુ સાંભળીએ છીએ તેની સામે કેટલું બોલવું જોઈએ તેની સામે કરવો જોઈએ.
અન્ વ્યક્તિના જીવનમાં ડોકિયુ કરો
સારા શ્રોતા અન્ય વ્યક્તિઓના જીવનમાં ચપટીભરમાં ડોકિયુ પણ કરી લે છે આ માટે ખુલ્લા મનથી સામેની વ્યક્તિને સાંભળવામાં આવે તે જરૂરુ છે.બીજા શબ્દોમાં કહિએ તો જયારે શ્રોતા હોઈએ ત્યારે એક માત્ર શ્રોતાજ બની રહેવાનું હોય છે આ માટે પ્રેકટિસ કરવાની ખાસ જરુર હોય છેકારણ કે મોટા ભાગના લોકો શ્રોતાની ભુમિકામાં હોય છે.ત્યારે આંતરિક રીતે હવે પછી શું બોલવું તેની તેયારીમાં વ્યસ્ત હોય છે અનેતેના માટે રિહર્સલ કરતા હોય છે.
સહાનુભતિ નહિ સમજદારી.સમજદારીનો મતલબ થાય છે સામેની વ્યક્તિ કહે નહિ ત્યા સુધી તેના અંગત જીવનમાં હસ્તક્ષેપ કર્યા વિના તેની મુશ્કેલીને જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરવો.સહાનુભુતિ અને ખેદ અપમાન જનક છે તથા તે એવી માન્યતા અંગેના સંકેત આપે છ કે વ્યક્તિ તેની સમક્ષ આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવાને સમર્થ નથી.

સદગુણોને બિરદાવો
દરેક વ્યક્તિની અંદર ઢગલા બંધ ગુણો સમાયેલા હોય છે તેનાસદગુણો કે તેની અણઆવડત તરફ ધ્યાન કેન્દ્રીત કરવુંતે આપણે પોતે નક્કી કરવાનું હોય છે વ્યક્તિના સદગુણો તરફ તમે જેટલુ વધારે ધ્યાન કેન્દ્રીત કરશો તેટલો વધારે આદર ભાવ પ્રગટ થથો રહેશે.

સંપર્ક કેળવો
નાસ્તાને ટેબલ કે પછી અન્ય સ્થળે થોડી ક્ષણ માટે પણ વ્યક્તિ જોડે મુલાકાત થઈ હોય તો પણ ફોન પર તેની સાથે સંપર્કમાં રહો અને સામાન્ય ટોળ-ટિપ્પણી કરો.અલબત દુર રહેતા હોઈએ તો ઇમેલ અથવા અન્ય રીતે સંદેશા મોકલીને સંઅધોને ટકાવી શકાય.દુર રહિને પણ સંપર્કમાં રહેવાથી આ પેઅકારના સંબધો લાબા સમય સુધી ટકી રહે છે.પ્રંસગોપાત પત્ર વ્યવહાર,કાર્ડ,ફોન અથવા ઇમેલથી સંબંધ માત્ર જળાવાઈ રહેતા નથી પણ ફુલેફાલે છે
નબળાઈ સાખી લો.
વ્યક્તિની નબળાઈ અને ત્રુટીઓ સ્વીકાર કરતા શીખો,યાદ રાખો કે વ્યક્તિ સંપુર્ણ હોય શકે જ નહિઆપણૅ બધા શક્ય તેટલુ સારુ કામ કરીએ છીએ અને આપણી ઊણપો ઓછી કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ.આ એક આજીવન ચાલતી પ્રક્રિયા છે
જીવન રેખાનો અંત હોય છે
તમને એકાએક જ્ઞાન થાય કે જીવનના ફકત ત્રણ મહિના જ બાકી રહ્યા છીએ ત્યારે મિત્રો અને પરિવાર સાથે વાર્તાલાપ કરવામાં કેટલો સમય પસાર કરશો? શુભચેષ્ટા પ્રેમની અભિવ્યક્તિ કેટલીવાર કરશો? વહાલશોયા સાથે કેટલો સમય પસારકરશો? આ પ્રશ્નો કરવા પાછળનું કારણ એ છે કે આપણે તો એવું માનીએ ઈએ કે,જીવન અનંત છને એક દિવસ તો કામ થવાનું છે બસ,આવી માન્યતાને કારણે આપણે દરેક બાબતમાં ઢીલ કરીએ છીએ જયારે સફાળા જાગીએ છીએ ત્યારે ખુબ જ મોડુ થઈ ગયુ હોય છે.
ીવા અનેક માબાપ હોય છે જેવો કારકિર્દિ અને ધરકામ વગેરેને લીધે બાળકની પ્રગતિમાં રસ લઈઅ શકતા નથી અને જયારે બાળકો પ્રત્યે રુચિ જાગે છે ત્યારે બાળકોને તેમનામાં કોઈ રસ હોતો નથી.કારણકે બાળકો માતાપિતાની કાળાજી વિના રહેવા ટેવાયેલા હોય છે અને તેમના (માતાપિતા)વિના જીવન જીવવાનું સરુ કરી દિધુ હિય છે

વ્યક્તિમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ ન કરો.
જીવનસાથીની સાથે તાલમેલ સાંધવામાં નિષ્ફળતા સર્વસામાન્ય છે યાદ રાખો કે તમારો જીવનસાથી તમારી  ઇચ્છામુજબનું પાત્ર હોવાથી તમે તેની પસંદગી કરિ છે એમ કદાપી માનશો નહિ એકબીજાને પ્રેમ કરતા હોવાથી તમે તેની પસંદગી કરી છે અને પ્રેમમાં ને પ્રેમમા જ તમે ધ્યાન આપ્યુ છ આજ કારણે લગ્ન બાદ મનગમતી ચીજવસ્તુની યાદીમાથી રસ ઊડી જાય છે અને તેનું સ્થાન નાપસંદ ચીજોની યાદી લઈ લે છે કોઈ વ્યક્તિ તમારી સારી બાબત અંગે તમારા વખાણ કરે તો કેવું લાગે? તમે જાતે જ આનો અખતરો કરો.આનાથી ઊલટુ કોઈ તમારી નિષ્ફળતા તરફ નુકતેચીનીકરે તો કેવી અનુભુતિ થાય? તમારી નિકટની વ્યક્તિ જ આમ કરે તો તમને કેવું લાગે?થોડી ક્ષણ થોભો અને વિચારો તમારી બાબતમાં અન્યની લાગણીને આ રીતે સમજવાનો પ્રયત્ન કરો.
મતભેદનું મુલ્યાકન
ખાસ અને અન્ય વ્યક્તિના વિચારોમાં રહેલા તફાવતનું પણ મુલ્યાકન થવું જોઈએ.તથા અન્ય વ્યક્તિ પાસેથી કંઈક શીખવા-જાણવાનિ પ્રયાસ કરવો જોઈએ.આ બાબત પણ ઇપર દર્શાવ્યા મુજબની જ છે.
અનેકવાર આ મતભેદ જ મિત્રતા અને સંબંધોમાથી કંઈક શીખવા અને પ્રેરણા મેળવવાનું સ્રોત બને છે.પ્રથમવાર મળીએ છીએ ત્યારે બંને વચ્ચે સમાનતા દશ્યમાન થાય છે અને તેમા કારણે સંબંધો ધનિષ્ટ બને છે.જેમજેમ એકબીજાની નજદીક આવીએ છીએ તેમ ઊડેઊડે મતભેદની જાણકારીનું\’જ્ઞાન\’થાય છે.આ રીતે જ સંબંધોને નકકર સ્વરુપ પ્રાપ્ત થાય છે
દુરદેશીપણાની અપેક્ષા ન રાખો
તમે કરેલા સંદેશાવ્યવહારની ઊપજેલી અસરની જવાબદારીને અચુક શિરોમાન્ય કરો.સંદેશાવ્યવહાર વ્યવહારના પરિણામ હંમેશા સાનુકુળ જ હોય તે જરુરિ નથી .તમે કેવી રીતે અને કેવો સંદેશાવ્યવહાર કરો છો તેનો જ જવાબ (પ્રતિભાવ)આપતા હોય છે આ લોકો તમારા વિચારો અને તમારા ઉદેશ્યને જાણિ-પારખી શકતા નથી તમારા સંદેશાવ્યવહાર વ્યવહાર અંગે વ્યક્તિ જે પ્રતિભાવ આપે છે તેની જવાબદારી તમારે સ્વીકારવી જ રહિ.જો સામેની વ્યક્તિ તમારા સંદેશાવ્યવહાર અંગે પ્રતિભાવ ન આપે તો સંદેશાવ્યવહાર વ્યવહારની પધ્ધતિમાં અનિવાર્યપણે ફેરફારો કરો.નહી તો તમારો સંદેશાવ્યવહાર બિનાસરકાર બની જશે.
અન્યને તમારી નબળાઈ પરખવા દો
આપણી નબળાઈ,સંવેદનશીલતા અને ઊણપોથીઅન્ય વ્યક્તિને વાફેક થવા દો કારણ કે તેઓ જ આપણેને માનવી બનાવે છે તમને કદાચ ખબર નહિ હોય કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે ખુબ જ વહાલ હોય શકે.આ વહાલ તેની નબળાઈ માટે પણ હોઈ શકે આમ નબળાઈઓ વિના માણસ સંપુર્ણ હોય શકે જ નહિ.
આથી ઓક વ્યક્તિ બનવા જેવીઆઝાદી કેળવો અને સંપુર્ણ પત્નિ.પતિ,પિતા,માતા ાને મિત્ર બનવાનો પ્રયત્ન ન કરો.ઊણપોથી વાફેક તેવી વ્યક્તિ બનવામાં જ ચોકકસતા સમાયેલી છે.

સમય અને જરુરિયાતને પારખો

તમારી શક્તિને પારખો.
અયોગ્ય આરોગ્ય સિવાય ઉદાસીનતાને કારણે તમારો શુભ- ઇરાદો નામશેષ થઈ જશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors