Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,203 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » યાત્રાધામઃ

ભારતના ચાર ધામ:દ્વારિકા-૧

by on February 1, 2013 – 5:31 pm No Comment | 2,938 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0
ભારતના ચાર ધામ:દ્વારિકા-૧

જામનગરથી ૧૩૨ કિ.મી.ના અંતરે મુંબઇ થી ૯૪૫ કિ.મી.ના અંતરે રાજકોટથી ૨૭૦ કિ.મી.ના અંતરે અમદાવાદથી ૪૫૩ કિ.મી.ના અંતરે દ્વારિકા આવેલું છે.નજીકનું હવાઈ મથક જામનગર છે ત્યાથ દ્રારકા ૧૪૬ કિ.મી દુર છે.

વિષ્‍ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્‍ણ મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને દ્વારિકામાં આવીને વસ્‍યા. શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી.
દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે.
હાલમાં જે ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્‍ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે.
દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા માટે શ્રી કૃષ્‍ણ દ્વારિકા આવ્‍યા.

દ્વારિકા સ્‍વર્ણ નગરી તરીકે પ્રખ્‍યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્‍ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્‍ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્‍વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્‍ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.

દ્વારિકાની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે.ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાંચ રૂમોવાળા મંદિરમાં ૬૦ પિલ્‍લરો આવેલા છે. યાત્રાળુઓ સ્‍વર્ગ દ્વારામાં પ્રવેશીને મોક્ષ દ્વાર ને પ્રાપ્‍ત કરે છે.
ભારતમાં યાત્રા કરવા માટે ચાર પવિત્ર ધામ છે. કહેવાય છે કે ત્રણ ધામની યાત્રા કરી હોય અને એવું ધામ યાત્રા કર્યા વગરનું હોય તો તેનું પુણ્ય બરાબર મળતું નથી. ભારતના પશ્ચિમ તટે આવેલ અરબી સમુદ્ર પાસે ભગવાન શ્રીકૃષ્ણની વસાયેલી દ્વારિકા છે. જે સાત મોક્ષદાયક પુરીમાંની એક પુરી તરીકે ઓળખાય છે. જગદ્દગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પુરી જેમાંની એક ઉત્તર ભારતમાં સ્થાપિત ચાર પુરી જેમાંની એક ઉત્તર ભારતમાં બદરીનાથ,દક્ષિણ ભારતમાં આવેલ રામેશ્વર પૂર્વ ભારતમાં આવેલ જગન્નાથ પુરી ને પશ્ચિમ ભારતમાં આવેલ દ્વારિકાપુરી આ ચાર ધામ હિંદુઓ માટે ખૂબ પવિત્ર તથા ઉત્તમ છે.દ્વારકાના અનેક નામ છે. જેમાં મુખ્ય છે દ્વારાવતી, ગોમતીદ્વારકા, કુશસ્થળી, દ્વારિકાની રચના ભગવાન વિશ્વકર્માએ શ્રીકૃષ્ણના આદેશથી કરેલ છે.

શ્રીકૃષ્ણ જયારે મથુરામાં રહેતા હતા ત્યારે જરાસંઘ તેનું સૈન્ય લઈ ૧૭ વખત મથુરા પર ચડી આવ્યો હતો. દર વખતે શ્રીકૃષ્ણથી પરાજિત થઈ તે પાછો જતો. છતાં તે ચડાઈ કરવા આવતો. તેનાં આક્રમણોથી કંટાળેલા શ્રીકૃષ્ણે દ્વારિકા વસાવી તેમાં રહેવા વિચાર્યું. દ્વારિકા બની જતાં તે તથા અન્ય યાદવો મથુરા છોડી દ્વારિકામાં આવી વસ્યા. દ્વારિકામાં આવ્યા બાદ શ્રીકૃષ્ણે જરાસંઘનો નાશ કરાવ્યો. તેના પશ્ચાત્તાપને કારણે સોનાની દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ. ફકત શ્રીકૃષ્ણનું નિજ ભવન તેમાં ડૂબ્યું નહીં. દ્વારિકામાં મુખ્ય મંદિર રણછોડરાયનું છે. રણછોડરાય તે જ દ્વારિકાધીશ. શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાથે દ્વારિકાધીશ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. મંદિરનો સમય આશરે ૨૦૦ વર્ષ ઉપરનો માનવામાં આવે છે. આ મંદિર ૧૨૫ ફૂટ ઊંચું તથા સાત માળનું છે. પ્રવેશ માટે સ્વર્ગદ્વાર તથા નિર્ગમન માટે મોક્ષદ્વાર પ્રસિદ્ધ છે. મંદિર ઉપર સંપૂર્ણ થાનની ધજા ચડે છે. અહીં નિજ મંદિરમાં ભગવાનની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવાઈ છે. જે આશરે સવા બે ફૂટની છે. મૂર્તિ ચતુર્ભુજ છે. જેમાં ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ શોભે છે. મંદિર પાસે ગોમતી નદી છે. મદીરમાં નાહ્યા પછી યાત્રાળુઓ મંદિર પ્રવેશ કરે છે.
દ્વારિકા માટે કહેવાય છે કે સુદામા અહીં ભગવાન શ્રીકૃષ્ણને મળ્યા હતા. તેમણે લાવેલા તાંબૂલ ભગવાને આરોગ્યા હતા. તેથી તેનું નામ બેટ દ્વારિકા પડયું. કાળક્રમે બેટ દ્વારિકા થઈ ગયું. બાજુમાં શંખોદ્વાર તીર્થ તથા ગોપી તળાવ છે. નાગેશ્વર મહાદેવ પણ અહીં જ છે.
કમણી દેવી મંદિર -દ્વારિકા :
આ મંદિર દ્વારકા શહેરથી માત્ર ૨ કિ.મી. દૂર આવેલું છે. આ અંતર માટે એક જૂની પુરાણકથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવે છે. તેઓ કહે છે, એક વખત ભગવાન કૃષ્ણ અને તેમનાં પત્ની રુકમણી ઋષિ દુર્વાસાને દ્વારકા જમવા આવવાનું નિમંત્રણ આપવા માટે ગયા હતા. તેઓ એક જ શરતે આવવા તૈયાર થયા કે તેમનો રથ કોઈ પ્રાણી નહીં પણ કૃષ્ણ અને રુકમણી ખેંચે. દંપતી રાજીખુશીથી તેમ કરવા તૈયાર થયું. રથ ખેંચતી વખતે વચ્ચે રુકમણીને તરસ લાગી, એટલે ભગવાન કૃષ્ણે જમીનમાં પોતાના અંગૂઠો ખોસીને પવિત્ર ગંગા જળનું ઝરણું પ્રગટ કર્યું. રુકમણીએ દુર્વાસાને ધર્યા વિના પહેલો ઘૂંટડો લીધો. તેની આ વિવેકહીનતાથી ક્રોધિત થયેલા દુર્વાસાએ રુકમણીને તે પોતાના પ્રિય પતિથી છૂટી પડી જશે એવો શાપ આપ્યો. અને એટલે જ રુકમણી મંદિર, દ્વારકાના જગત મંદિરથી ૨ કિ.મી. દૂર સ્થિત છે. આ મંદિર કદાચ ૨૫૦૦ વર્ષ જૂનું છે, પણ ઘુંમટાકાર મંડપ અને પગથિયાંવાળું ગર્ભગૃહ ધરાવતું તેનું આજનું રૂપ ૧૨મી સદીથી વધુ પુરાણું હોઈ શકે નહીં. રુકમણી મંદિરનો બાહ્યભાગ ખૂબ સુંદર કોતરણી ધરાવે છે. તેના પાયામાં નરાથારસ (મનુષ્યાકૃતિઓ) અને ગજાથારસ(હાથીઓ)ની શિલ્પાકૃતિઓની હાર છે. મુખ્ય તીર્થસ્થાનના પરંપરાગત શિખર સાથે મંડપનો અર્ધગોળાકાર ઘુંમટ તીવ્ર વિસંવાદ રચે છે. અત્યારે ગર્ભગૃહમાં એક ગોખલામાં ભગવાન કૃષ્ણના પત્ની રુકમણીની છબિને બેસાડવામાં આવી છે. આ પવિત્ર મંદિરની બહારના ભાગમાં સામાન્ય રૂપે જોવા મળતી દેવ અને દેવીઓની, નર-નારી સ્વરૂપો સહિતની શિલ્પાકૃતિઓ જોવા મળે છે..

યાદવોની સુરક્ષા માટે કૃષ્ણે દ્વારિકાનું ક્ષેત્ર પસંદ કર્યું. પશ્ચિમે સાગરનું કવચ, એક તરફ ગિરનારનું રખોપું. તેથી એ સ્થળ તેમને સલામત લાગ્યું અને વિશ્વકમૉને ગોમતી નદીના કિનારે એક નગર વસાવવા કહેવાયું.

દ્વારામતિ નામે આ નગર છ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું હતું. પ્રજાની સભા માટે સુધર્મ સભા નામે એક હોલ પણ હતો અને એ નગરમાં સોનાના ૭૦ હજાર મહેલ હતા. ફૂલોથી મહેકતા લીલાછમ બગીચાઓ પણ ત્યાં હતા. સોનાની એ દ્વારિકા જો કે દરિયામાં ગરક થઈ ગઈ હતી અને ખંભાતના અખાત પાસે દરિયાની અંદર તેના અવશેષો મળી આવ્યા છે.
દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે રાજધાની તરીકે દ્વારિકાને પસંદ કર્યું. ગોમતી નદીને કિનારે બનેલું ઊંચંુ જગતમંદિર, તેમાં શોભતી કાળિયા ઠાકોરની મૂર્તિ, મંદિર પરિસરમાં જ શંકરાચાર્ય સ્થાપિત પીઠ, નજીકમાં રમણીય રુકમણી મંદિર અને દરિયાની વચ્ચે ભડકેશ્ર્વર મહાદેવ, સનસેટ પોઇન્ટ દ્વારિકા એવું સ્થળ છે જયાં સહેલાણીઓ અને યાત્રાળુઓ બંનેને ગમે.
ભારતમાં પશ્ચિમ સમુદ્રકાંઠે ૫,૫૦૬ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. પૂર્વે ૩૧૦૨માં ‘ સુનામી’ આવી હોવી જોઈએ અને સુનામીને કારણે જ રાજા શ્રીકૃષ્ણની સુવર્ણનગરી એવી દ્વારિકા સમુદ્રમાં ગરક થઈ ગઈ હશે એવું માનવા પાછળ પણ અનેક કારણો છે જેમાં મહાભારત, વિષ્ણુપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ” દ્વારિકા નગરીને સમુદ્રના વિકરાળ મોજાંઓએ ડુબાડી દીધી.”
દ્વારિકા ડૂબી તે પહેલાં દ્વારિકામાં યાદવોએ પણ પ્રાકૃતિક ઉત્પાતનાં દર્શન કર્યા હતા. જેનું સવિસ્તર વર્ણન મહાભારતના મૌસલપર્વના બીજા અધ્યાયના ૨૪ શ્લોકમાં કરવામાં આવ્યું છે. જેમાં કુદરતી આપત્તિના એંધાણ આપતાં પ્રાણીઓનું તેમ જ વાતાવરણના ફેરફાર વિશે માહિતી આપી છે. શ્રીકૃષ્ણએ પણ દ્વારિકાનગરીના ઉત્પાતભર્યા વાતાવરણને જોઈ ‘ સમુદ્રી પ્રલય’ની આગાહીવાળઈ વાતનું વર્ણન મળે છે. જેમાં પંચમ અંશના ૩૭માં અધ્યાયયના શ્લોક ૩૨થી ૩૪માં શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે,” હે ઉદ્ધવ ! તું મારી કૃપાથી ઉત્પન્ન થયેલી દેવતાઈ ગતિથી બદરિકાશ્રમમાં જતો રહે, એ પવિત્ર આશ્રમ ગંધમાદન પર્વત પર છે. તે નરનારાયણનું સ્થાન હોવાથી ત્યાંથી પૃથ્વીને તેણે પવિત્ર કરેલી છે. ત્યાં રહીને તું મારામાં ચિત્ત સ્થાપી દેજે. જેથી મારી કૃપાને લીધે તું સિદ્ધિ પામીશ. હું તો આ યાદવ કુળનો સંહાર કરી સ્વર્ગમાં જ જતો રહીશ અને આ દ્વારિકાને હું જેવો છોડીશ કે તરત સમુદ્ર તેને ડુબાડી દેશે.” સ્વર્ગમાંથી આવેલા દેવતાઓના દૂતે શ્રીકૃષ્ણ એમ કહે છે કે, ” મેં આ દ્વારિકા વસાવવા જેટલી જમીન સમુદ્ર પાસેથી લીધી હતી, તે હું તેને પાછી સોંપી દઈશ અને યાદવોનો સંહાર કર્યા પછી હું સ્વર્ગમાં આવીશ
” શ્રીમદ્ ભાગવત્‘ના એકાદશ સ્કંધના સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ઉદ્વવજીને વર્ણવે છે કે, “પૃથ્વી પરનું સમસ્ત દેવિક કાર્ય હું પૂર્ણ કરી ચૂકયો છું. જેને માટે બ્રહ્માજીની પ્રાર્થનાથી મારે બલરામજી સાથે અવતરણ કરવું પડયું હતું. મારા પ્રસ્થાનનો સમય છે. આજથી ઠીક સાતમા દિવસે સમુદ્ર દ્વારિકાપુરીને ડુબાડી દેશે.
સમુદ્ર  સપ્તમેદહનયેતાં પુરી ચ પ્લાવયિષ્યતિ । ( શ્રીમદં ભાગવત્ એકાદશ સ્કંધ  ૭-૩) આમ, શ્રીકૃષ્ણએ દ્વારિકા પર સમુદ્રી પ્રલય ( સુનામી)નો ખતરો જોતાં સર્વ યાદવ પરિવારોને સુરક્ષિત સ્થળે ચાલ્યા જવા ચેતવણી આપી હતી. જેની વિગતો આપણા પૌરાણિક ગ્રંથોમાં આલેખાયેલી છે.

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: