જીવનને માણતા શીખો

જીવનને માણતા શીખો.
જીવનમાં એવી ધણી વાતો કે કામો હોય છે કે જેનુ કોઈ જ મહત્ત્વ નથી તેને કચરાની ટોપલીમાં નાખી દો. તમારા કામની દરેક દરેક ક્ષણ માણૉ,\’કંટાળૉ\’નામના શબ્દને તમારી ડિકશનરીમાંથી કાઢી નાખી દો.તમારા  અર્ધજાગૃત મનને એવા કામમાંથી બહાર કાઢવા કામે લગાડો.તો તમને ચૌકકસ મદદ કરશે.હું કોઈ પણ કામ કરતી તે મને કંટાળા જનક લાગતું મને લાગતું કે હું મારી જીંદગીનો સમય ખોટી જગ્યાએ વિતાવી રહ્યો છુ.મેં મારા અર્ધજાગૃત મનની મદદથી નવો ઉત્સાહપ્રેરક રસ્તો શોધી કાઢયો. માઇન્ડ ટ્રેનર અને મોટિવેશનલ ટ્રેનર બનવાનો.

અત્યારે મારા જીવનમાં કંટાળો નામનો શબ્દ જ નથી. એ ઉપરાંત મારી ડિકશનરીમાં અશકય કે નિષ્ફળતા નામનો શબ્દ નથી. સમસ્યા નામના શબ્દને હું તકમાં ફેરવી શકું છું. મારા જીવનની એક એક ક્ષણ આનંદિત અને રોમાંચિત હોય છે. હું જીવનના દરેક અનુભવોમાંથી શીખું છું. તમે પણ તમારું જીવન આવું જ જીવી શકો છો- તમારું રિપ્રોગ્રામિંગ કરીને.

સુખ એ ક્ષણેક્ષણની અનુભૂતિ છે. તમારી ક્ષણને દિવ્ય બનાવવા માટેનું પ્લાનિંગ અને પ્રયત્ન કરો. આ દુનિયામાં આપણે ફરી મનુષ્ય તરીકે પ્રવેશ મેળવશું તેની કોઇ જ ખાતરી નથી તો પછી ૧૦૦ વર્ષની આટલી નાની જિંદગીમાં એક પણ ક્ષણ શા માટે નકામી વેડફવી?

દરેક ક્ષણને માણવા માટે તમારું મનગમતું કામ શોધી કાઢો. જરૂર પડે તો તમારા શોખને જ તમારો વ્યવસાય બનાવી દો. જે માણસ શોખને વ્યવસાય બનાવે છે તેને પૈસા માટે કામ નથી કરવું પડતું. તેના કામમાં તેને કંટાળો નથી આવતો અને તેના કામની ગુણવત્તા પણ ઊચી હોય છે. મેં પણ જીવનમાં આ જ કર્યું છે. વાંચવું, લખવું, બોલવું તથા ફરવું આ બધા મારા શોખ. મેં આ બધા શોખને મારા વ્યવસાય તરીકે બનાવી દીધા.

અત્યારે હું જે કાંઇ કરું છું તે મારા મનના આનંદ માટે કરું છું. અમિતાભ બચ્ચન અને જોન અબ્રાહમ એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે પણ તેમણે કોઇ મોટી કંપનીના મેનેજર તરીકે કામ કરતા કરતા પોતાના શોખને જ વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું અને ઇતિહાસ બનાવી દીધો.

શેખર કપૂરે લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યા પછી પણ પોતાના શોખ ખાતર ઇન્ડિયામાં પોતાનું સ્થાન જમાવી દીધું. ઝાકીર હુસૈને તેમના તબલાં વગાડવાના શોખને વ્યવસાયમાં બદલીને પોતાનું નામ અમર કરી દીધું.

જગજિતસિંહે ગઝલ ગાવાના શોખને વ્યવસાય બનાવ્યો. આમ લાંબું લિસ્ટ થઇ શકે. તમે પણ તમારું જીવન માણવા માટે આવું કાંઇક કરી શકો.

મનગમતું: મનને જાણો, જીવનને માણો.
ડો.જીતેન્દ્ર અઢિયા

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors