Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,393 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » સ્ત્રી જીવનશૈલી

જાણો પાલક વિશે

by on April 23, 2012 – 8:40 am No Comment | 2,575 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

પાલખના પાનમાં પુષ્કળ ઔષધિય ગુણો રહેલા છે. તેમાં સાજીખાર અને ચીકાશ વધુ છે.
એ પથરીને ઓગાળીને બહાર કાઢે છે. એ તેનો મોટામાં મોટો ગુણ છે.
એ ફેફસાંના સડાને પણ સુધારે છે. ઉપરાંત આંતરડાંના રોગ ઝાડો, મરડો, સંગ્રહણી વગેરેમાં પણ તે લાભદાયક છે.
ટમેટાં પછી શાકભાજીમાં પાલખની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે.
પાલખની ભાજીમાં લોહ અને તાંબાના અંશો હોવાથી તે પાંડુરોગીને માટે પથ્ય છે. તેનામાં લોહી વધારવાનો ગુણ વધુ છે.
એ લોહીને શુદ્ધ કરે છે અને હાડકાંને પણ મજબૂત બનાવે છે.
પાલખનાં લીલાં પાનનો રસ બાળકોને આપવાથી પૂરતો ફાયદો મળી શકે છે. ગુણોની બાબતમાં પાલખની ભાજી સૌ ભાજીઓમાં શ્રેષ્ઠ છે. તેનાં બીનો પણ ઔષધિરૂપે ઉપયોગ થાય છે. એ મદ, શ્વાસ, પિત્ત, લોહીનો બગાડ અને કફનો નાશ કરનાર છે.
સુશ્રુત પાલખને રુક્ષ અને પિત્ત તથા કફ પર હિતકારી માને છે.
પાલખ શીતળ, સ્નેહન, રોચન, મૂત્રલ, શોથહર અને શામક છે.
તેના ગુણધર્મ સામાન્યતઃ સોડા જેવા છે. તેનું શાક રુચિકર અને જલદી પચે તેવું છે. પાલખ આંતરડાંને ક્રિયાશીલ રાખે છે અને આંતરડાંમાંના મળનું નિઃસારણ કરવામાં મદદરૂપ થાય છે.
એ મધુમેહના રોગમાં પણ અત્યંત ગુણકારી છે. તેનાં બી કફરોગ અને શ્વાસવિકારમાં પણ હિતકારી છે.
પાલખનાં બી એ યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, કફરોગ અને શ્વાસની વિકૃતિમાં હિતકારી છે. તેનાં બીમાંથી ચરબી જેવું ઘટ્ટ તેલ નીકળે છે. તે કૃમિ અને મૂત્રરોગો પર લાભદાયક છે.
પાલખનાં પાન અને બીનો ક્વાથ અથવા પાલખનાં પંચાંગનો ક્વાથ કંઠ, ફેફસાં અને શ્વાસનળીના દાહવાળા તાવમાં અપાય છે.
પાલખનાં પાનના રસના કોગળા ગળાની બળતરા (કંઠપ્રદાહ) પર કરાવાય છે.
પાલખમાં આંતરડાંને કષ્ટ આપનાર દ્રવ્ય ન હોવાથી આંતરડાંના રોગમાં અતિ હિતકારી છે.
પાલખનાં પાનનો સ્વરસ અથવા ક્વાથ આપવાથી પથરી ઓગળી જાય છે અને મૂત્રવૃદ્ધિ થઈને પથરીના કણ બહાર નીકળી જાય છે.
પાલખનાં પાનને પીસી, પોટીસ બનાવી અથવા તેના બીને કૂટીને ખદબદાવી પોટીસ બનાવી અપક્વ ગાંઠ પર બાંધવાથી ગાંઠ જલદી પાકી જાય છે અને તાવ આવતો હોય તો ઓછો થઈ જાય છે.
પાલખની ભાજી વાયુ કરનારી હોઈ ચોમાસામાં તેનું સેવન ન કરવું.
તેમાં જીવાત રહેતી હોવાથી ભાજીને ગરમ પાણીમાં ધોયા પછી જ વાપરવી જોઈએ.
પાલખમાં વિટામિન ‘એ’, ‘બી’, ‘સી’ અને ‘ઇ’ તેમજ પ્રોટીન, સોડિયમ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, ક્લોરિન અને લોહ છે.
એ લોહીના રક્તાણુઓને વધારે છે. પાલખમાં વધારે પ્રોટીન ઉત્પાદક એમિનો ઍસિડ છે.
તેના લીલાં પાનમાં એક એવું તત્વ હોય છે, જે પ્રાણીમાત્રની વૃદ્ધિ અને વિકાસ કરે છે અને બુદ્ધિ વધારવામાં મદદરૂપ બને છે.
કઠોળ-દાળ પણ પ્રોટીન મેળવવાનું એક સાધન છે. એ પ્રોટીનને પચાવવા માટે આવશ્યક વિટામિન ‘એ’ અને ‘બી’ પાલખ પૂરાં પાડે છે. વળી દાળમાંથી મળતાં પ્રોટીનમાં એમિનો ઍસિડ હોતા નથી એટલે દાળની સાથે લીલાં પાનની ભાજી ભેળવીને ખાવામાં આવે તો એ ખોટ પૂરી પડે છે.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: