જાણો ગોંડલ નરેશ શ્રી: ભગવતસિંહજી જાડેજા

નામ :ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
ઉપનામ :ગોંડલ બાપુ
જન્મ : ૨૪ મી ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ – ધોરાજી
અવસાન : ૯ મી માર્ચ ૧૯૪૪.
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ;
લગ્ન – ૧૮૮૨ – ચાર રાણીઓ સાથે ;
પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો
હતો. )
સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ : નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં;
૧૯૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
૧૮૯૫ – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
વ્યવસાય : રાજકર્તા
મૂખ્ય કૃતિઓ: ભગવદ્ ગોમંડલ – નવ ભાગ – ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
૧૮૮૪-૨૫ ઓગસ્ટ રાજ્યાભિષેક
૧૯૩૦-૩૩ – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
સન્માન
૧૮૯૭ – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિતરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
૧૯૩૪ – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors