Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » આધ્યાત્મિક જીવનશૈલી, યુવા જીવનશૈલી

જાણો ગુજરાતના યાત્રાધામઃસતાધાર

by on April 5, 2012 – 1:02 pm No Comment
[ssba]

સતાધાર
વીરપુર અને પરબની જગ્‍યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર.
જૂનાગઢથી ૫૬ કિલોમીટર રોડ રસ્‍તે છે. તેમજ જૂનાગઢ દેલવાડાના રેલ્‍વેમાર્ગથી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગથી જતા રસ્‍તામાં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન થઈ શકે છે. અહીં બાજુમાંજ દક્ષિ‍ણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ છે. એસ. ટી. બસ આ બંને જગ્‍યાએ તથા સતાધારના મંદિર પાસેજ ઉભી રહે છે.
જુની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠીકુળના સંતાનો સૂરજને ઈષ્‍ટદેવ માને છે. પાંચાળમાં સૂરજદેવળની સ્‍થાપના થયા પછી તેમના સમર્થ સંતોમાં આપા જાદર ભગત થઈ ગયા તેમના શિષ્‍ય દાના ભગત હતા. ચલાળામાં ઈ. સ. ૧૭૮૪ થી ૧૮૭૮ના સમય કાળમાં દાના ભગતે આશ્રમ સ્‍થાપેલ. ગાયોની સેવા કરતા અને આપદકાળે આશ્રમમાં અભ્‍યાગતોને તે આશરો આપતા.
ઇષ્‍ટદેવના ધ્‍યાનમાં મગ્‍ન રહેતા આપા દાના પાસે એક દિ‘ પુત્ર ગીગાને લઈ માતા લાખુ આ આશ્રમમાં આવ્‍યા, તે પુત્ર સાથે જગ્‍યામાં રહી સેવાનું કામ કરતા હતા. એક સમયે બાળક ગીગાના ભવિષ્‍યને જોઈ દાના મહારાજે માતા લાખુને કહ્યું કે તારો બાળપુત્ર પ્રગટ પીર થશે અને લોકોમાં પૂજાશે.
ગીગાની કિશોરવયમાં માતા લાખુનો સ્‍વર્ગવાસ થયો. માતાનું એક મોહબંધન હતું તે પણ ગયું. હવે ભલી જગ્‍યા અને ભલા આપા દાના, આશ્રમની ગાયોની સેવા કરતા, છાણાનાં સુંડલા ઉપાડતા અને સતત ઈશ્વરનું રટણ કરતાં ગીગા ઉપર આપા દાના એક દિવસ પ્રસન્ન થયા. ગીગાને માથે પંજો મારી પટ્ટ શિષ્‍ય બનાવ્‍યા. તે ગીગા ભગત આજીવન ગૌસેવા સંત સેવા કરી ગીગેવ પીર કહેવાયા.
પટ્ટ શિષ્‍ય બનાવ્‍યા પછી દાના મહારાજે આશિષ આપી અને આશ્રમની જગ્‍યામાંથી જુદા કરી ગીગાને આજ્ઞા આપી કે જે જગ્‍યાએ ચુલાના અગ્નિમાંથી લોબાનની ભભક ઉઠે ત્‍યાં ગાદીની સ્‍થાપના કરજે.
આપા દાનાએ આશ્રમની અડધી ગાયો આપી તે ગાયો સાથે ચલાળાની ફુલવાડીમાં થોડા સમય રહી ગીગા ભગતે ગામ છોડ્યું.
ઘણા ગામોમાં પરિભ્રમણ કરતા કરતા ગીરમાં આંબાઆરે આવ્‍યા. જ્યાં આંબાજર નદીના નીર વહેતા હતા. ચોગદરમ ગીરીમાળાઓમાં સાવજોના વાસ વચ્‍ચે મોરલાના ગહેકાટ થતા હતા. કુદરતના ખોળે અખુટ પાણી અને લીલીકુંજ વનરાઈ જોઈ; આપા ગીગાનું મન પ્રસન્ન થઈ ગયું. ગાયોને નીરાંતવા ચરવા મુકી ચુલાનો અગ્નિ ચેતાવ્‍યો, તેમાં લોબાનની ભભક ઉઠતા ગુરૂની – આજ્ઞાની યાદ આવી‘ ને આપાગીગાનો આત્‍મા રાજી થયો. દાના ગુરૂની આજ્ઞાએ આ ધરતીને માનો ખોળો ગણી આંબાજર નદીને કાંઠે ગીગા ભગતે ઝુંપડી બાંધી. અહીં વિક્રમ સંવત ૧૮૬૫માં ગાદીની સ્‍થાપના કરી ધરમની ધજા ફરકાવી. આ સ્‍થાન સતાધારના નામે પ્રખ્‍યાત બન્‍યું.
આપા ગીગાએ શરૂ કરેલ અન્નક્ષેત્ર અને અભ્‍યાગતોનો આદર સત્‍કાર આજે પણ ગીગેવપીરની આ સંસ્‍થા સતાધારને આંગણે થાય છે. વિક્રમ સંવત ૧૯૨૬માં આપા ગીગાએ સમાધ લીધી છે. આ સમાધી સ્‍થાનકે માનતા પુરી કરવા અને ગાદીના દર્શન કરવા અસંખ્‍ય ભાવિકો શ્રદ્ધાથી અહીં આવે છે. આ સંસ્‍થાના અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લ્‍યે છે. સતાધારનાં આ સમાધી મંદિરે આરતી દર્શન સમયે શ્રદ્ધાળુ ભાવિકોની ભીડ થાય છે.
આપા ગીગાના અનુકરણે કરમણ નામના ભક્ત થયા. તેમણે વિક્રમ સંવત ૧૯૩૩માં આપા ગીગાની સમાધી ઉપર દેવળ બનાવ્‍યું. તેઓ મહા સમર્થ હતા, કહેવત છે કે કરમણ ‘ત્રુઠ્યા આપે દિકરા, રૂઠ્યા ખોવે રાજ‘ આ સમર્થ સંતોની પરંપરાએ રામ ભગત અને હરિ ભગત થયા. ત્‍યાર પછી લક્ષ્‍મણ ભગત જે ૩૨ વર્ષ મહંત રહ્યાં, અને જગ્‍યાને આબાદ કરી તેમના પછી શામજી બાપુ થયા. તેઓ ૩૧ વર્ષ મહંત પદે રહ્યા. તેમના સમય કાળમાં સતાધાર ખૂબજ પ્રસિદ્ધ થયું.
આ બધા સંતોની સમાધીઓ આપા ગીગાના મુખ્‍ય સમાધી મંદિર પાસે ઓટા ઉપર છે. સામેજ કોઠારમાં પ્રાચીન ઘડાઈના નમુનારૂપ વાસણો જોવા જેવા છે. સતાધારની જગ્‍યા પાસે વહેતી આંબાજર નદીના ઉપર સુંદર લક્ષ્‍મણ ઘાટ, બગીચો તથા કુંડ છે. આંબાઆરા પાસે ગૌમુખમાંથી શિવલીંગ ઉપર પાણીનો પ્રવાહ વહે છે. સતાધારથી કનકાઈ, બાણેજ અને તુલસીશ્‍યામ જવાય છે.
સોરઠ ધરા સોહમણી, આંબાજરના નીર;
ધજા ફરકે ધરમની, પ્રગટ ગીગેવ પીર.

\"\"

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.