Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,016 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » યુવા જીવનશૈલી

જાણો ગુજરાતી કવિઃ ભક્ત નરસિંહ મહેતા

by on April 19, 2012 – 11:36 am No Comment | 3,950 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

\"\"

લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગતાં. કલમના કસબી આ કવિને ગુજરાતના ‘આદિ કવિ‘ તરીકે ઓળખાવવામાં આવે છે.
નરસિંહ મહેતા ઈ. સ.ની પંદરમી સદીમાં થઈ ગયા. જીવનનો મોટોભાગ તેમણે જૂનાગઢમાં વિતાવ્યો હતો. તેના પિતાનું નામ કૃષ્‍ણદામોદર અને માતાનું નામ શ્રી દયાકુંવરી હતું. તેઓ નાગર નાતના હતા. નાગરો સામાન્ય રીતે રાજકારભારની નોકરી કરતા હોય છે એટલે નરસિંહ મહેતાના પરિવારને ‘મહેતા‘ તરીકે ઓળખવામાં આવતા.
નરસિંહનાં ભાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો, પણ તેના જીવનમાં બનાવો જ એક પછી એક એ રીતે બન્યા કે જે નિમિત્તે નરસિંહને ઈશ્વરનું ભજન કરવાની, તેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળતાં, તેની લીલા ગાવાની તક મળતી રહી. તેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હતા. નરસિંહ કોઈ સામાન્ય સંસારી ન હતા કે દુઃખ જોઈને ગભરાઈ જાય. દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી તેની સહાય કરી હતી. પ્રભુ આવીને સહાય કરે એટલે નરસિંહ પ્રભુનો મહિમા કરતાં ભજનોની રચના કરે. આમ જીવનના દુઃખમય પ્રસંગોને, તેણે પ્રભુનો મહિમા ગાવાના ધન્ય પ્રસંગો તરીકે સ્વીકારી લીધા હતા. આટલી નમ્રતાના કારણે જ નરસિંહનું કરુણતાથી ભરેલું જીવન આજે પણ લોકોમાં આસ્થા જગાડે છે.
નરસિંહ એક અજોડ માનવ
નરસિંહ એક ઉત્તમ કવિ અને વિનમ્ર ભક્ત હતા, પણ તેની ભક્તિમાં બીજા ગુણો પણ ભળેલા હતા. ભક્ત હંમેશાં નમ્ર હોય છે એટલે તે બધાને આદર આપતો હોય છે. નરસિંહ હરકોઈ વ્યક્તિને સમાન ગણે છે. તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે. એ જમાનો એટલે રૂઢિની દાસતાનો જમાનો. જ્ઞાતિના ચુસ્ત નિયમોને કોઈ તોડી ના શકે. નાગરો એટલા તો મરજાદી કે બીજાના હાથનું અડેલું પાણી પણ ન પીએ. આવા જડ નિયમવાળા જમાનામાં જીવતા હોવા છતાં નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો તોડે છે. એ જમાનામાં હરિજનવાસમાં જવું એ ઓછી હિંમતની વાત ન હતી !
આમ નરસિંહ એક સાચા માનવ હતા. ન્યાતજાતના ભેદને તેમણે ઠોકરે માર્યા હતા. હરિજનો સાથે ભજન ગાવા માટે જ્ઞાતિજનોનો રોષ તેમણે વહોરી લીધો હતો. સગાસંબંધીઓનો તિરસ્કાર પણ તેને સહન કરવો પડ્યો હતો. સગાસંબંધીઓએ તેને ધુત્કારી કાઢ્યો તો યે સહેજ પણ ડગ્યા વગર તેણે કહ્યું –
\”ભક્તિ કરતાં જો ભ્રષ્‍ટ કરશો
તો કરશું દામોદરની સેવા…. \”
આ ઉદારતા તેમના માટે કષ્‍ટરૂપ બની ગઈ હતી. સ્વયં તેનાં જ સગાંઓ તેની ક્રૂર મજાર અને ટીખળ કરતાં હતાં. નરસિંહે હિંમતભેર આ તિરસ્કાર અને અપમાન સહન કર્યાં હતાં. કહો કે એક જાતનું તપ તેણે કર્યું. લોકો તરફથી મળતા અપમાન કે તિરસ્કારને ધ્યાનમાં લીધા વગર તે ભક્તિમાં તલ્લીન રહ્યા.
તેને ભગવાન હાજરાહજૂર હતા. તેના જીવનમાં આવેલ કોઈ પણ આફતના પ્રસંગમાંથી તે સારી રીતે બહાર આવી શક્યા છતાં, પોતાની શક્તિનું તેમને ગુમાન પણ નથી. પોતે માત્ર તાળી વગાડી ભજન કરવાની જ શક્તિ ધરાવે છે તેમ તે કહેતા હતા.
અછૂત મનાતા લોકો માટે તેણે જ સહુપ્રથમ સહ્રદયતાથી હરિજન શબ્દ વાપર્યો. હરિજન એટલે હરિના જન ! જે હરિથી ડરીને ચાલે, હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન. તેની બીજી કોઈ નાતજાત નથી. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા.

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: