ચૂંટણી ઢંઢેરો – ભાજપા / કોંગ્રેસ

ભાજપા  ચૂંટણી ઢંઢેરાની હાઇલાઇટ

આ (2012) ચૂંટણી  ઢંઢેરામાં મુખ્યપ્રધાને ઢગલાબંધ વચનોની લ્હાણી કરી છે. આ સંકલ્પપત્રને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનાં ચરણોમાં સમર્પિત કરી હોવાનું જણાવ્યું છે.
આ ઢંઢેરા-સંકલ્પપત્રમાં ગુજરાતને મોડર્ન અને ડેવલપ્ડ સ્ટેટ બનાવવા માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ફાળવવાનું વચન અપાયું છે. તો ગુજરાતને ગ્લોબલ ઓટો, સોલાર એનર્જી અને લોજીસ્ટીક ગેટ વે ઓફ ઇન્ડિયા બનાવવાનું વચન પણ અપાયું છે.
ઢંઢેરામાં અંબાજીથી ઉમરગામ સુધીનાં આદિવાસી પટ્ટાનાં માટે ૪,૧૨૫ કરોડની યોજનાનું વચન આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર માટે ૧0,000 કરોડની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાનું વચન પણ આપવામાં આવ્યું છે. આ યોજના દ્વારા ૧ મિલિયન એકર ફૂટ નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.
ઢંઢેરામાં યુવાનોનું ખાસ ધ્યાન રખાયું છે. 30 લાખ જેટલા યુવાનોને ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરોમાં નોકરીની તકોનું વચન અપાયું છે તો ૪૦,000 વિદ્યાર્થીઓ માટે શહેરી વિસ્તારોમાં હોસ્ટેલ ઊભા કરાશે તેવું પણ જણાવાયું છે.
જુઓ શું છે ખાસ ચૂંટણી ઢંઢેરામાં

  • ખેડૂતોને લોન પર થતાં વ્યાજમાં રાહત અપાશે.
  • ખેતીની જમીનનો સર્વે નંબર બદલાતા લાગતી સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત અપાશે.
  • ૧૬ લાખ હેક્ટર જમીનમાં સિંચાઇની સુવિધા અપાશે.
  • કોલ્ડ સ્ટોરેજ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટને ઉત્તેજન અપાશે.
  • વેલ્યુએડેટ એગ્રીકલ્ચર પર વિશેષ ધ્યાન અપાશે.
  • એગ્રીકલ્ચર પાવર કનેક્શન વધારાશે.
  • વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાલક્ષી બોન્ડ’ સ્લોકલરશીપ પ્રોગ્રામ શરૂ કરાશે.
  • ગર્લ્ડ ચાઇલ્ડને ઉત્તેજન આપવા ખાસ પોલિસી બનાવાશે.
  • મહિલાઓને સમાન તક મળે એ માટે મહિલા કોલેજીસ, આઇટીઆઇ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શરૂ કરાશે.
  • દરેક તાલુકામાં નારી અદાલત બનાવશે.
  • કામ કરતી મહિલાઓ માટે વુમેન હોસ્ટેલ બનાવાશે.
  • મિશન મંગલમની અંદર સખી મંડળમાં 30 લાખ બહેનોને સેલ્ફ ડેવલપમેન્ટ માટે સબિસીડી અપાશે.
  • મિશન બાલમ્ સુખમ્ અંતર્ગત ચાઇલ્ડ કેર માટે કૂપોષણ સમસ્યાને દૂર કરાશે.
  • નવા જન્મેલા બાળકો અને માતાઓ માટે ખિલખિલાટ વાન પ્રોજેક્ટ.
  • સુરત વડોદરા, રાજકોટ અને નોર્થ ગુજરાતમાં કેન્સર, કિડની અને હાર્ટની સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરાશે.
  • સિનિયર સિટીઝન માટે વિમાની સુવિધા અપાશે.

ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન હસ્તક નહિવત્ ભાવે જીનેરિક દવાઓ પૂરી  પડાશે.

કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરાની હાઇલાઇટ

મહિલાઓને ઘરનું ઘર
80 ટકા સ્થાનિકોને રોજગારી
બેકલોગની 62 હજાર જગ્યાઓ એક વર્ષમાં ભરાશે
વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લેપટોપ અપાશે.
રીક્ષાવાળાઓને વીમા કવચ આપવામાં આવશે.
છઠ્ઠા પગારપંચનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે
સરદાર સરોવર યોજના પૂર્ણ કરવામાં આવશે
પાઠ્યપુસ્તકોનાં ભાવ ઓછા કરાશે
ટ્રેકટરની ખરીદીમાં રાહત અપાશે.
કેસર કેરી અને કપાસના નિકાસ માટે અલગ વ્યવસ્થા
રાઇટ ટુ ફોરેસ્ટ લેન્ડ એક્ટને છ મહિનામાં અમલી બનાવાશે
મજૂર બાંધકામ મંડળોને રૂ. 15 લાખ સુધીનાં કામ અપાશે
મધ્યાહન ભોજન અને આંગણવાડી કર્મચારીઓનાં વેતનમાં બમણો વધારો કરાશે
આદિવાસી ખેડૂતોને ખેતી માટે વીજ કનેકશન અપાશે
આદિવાસી વિસ્તારનાં લાઈટ બીલમાં પચાસ ટકાની રાહત
ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છમાં સિંચાઈ યોજનાઓ બનાવાશે.
અસંગઠિત ક્ષેત્રનાં મજૂરો માટે બોર્ડની રચના કરી, વેતનમાં વધારો કરાશે
રૂ.15 હજાર સુધીની માસિક આવક ધરાવનારને વ્યવસાય વેરામાંથી મુક્તિ
50  લાખ સુધીનાં વકરા પર વેટમાંથી મુક્તિ
વેપારીઓને ઇનપુટ ક્રેડિટ ટેક્સમાં લાભ
50  યુનિટ વીજળી મફત અપાશે
પેટ્રોલ-ડિઝલ પરથી વેટ ઓછો કરી સસ્તા કરવામાં આવશે
વીજ કનેક્શન માંગનાર દસ લાખ ખેડૂતોને સમયમર્યાદામાં વીજ કનેક્શન આપવામાં આવશે.
16 કલાક વીજળી આપવામાં આવશે.
7/12 અને આઠ/અ મફત આપવામાં આવશે.
સાગરખેડૂઓને ડિઝલ પર સબ્સિડી આપવામાં આવશે અને તેમના માટે વીમા યોજના લાવવામાં આવશે
જીવન રક્ષક દવાઓ મફત અપાશે
મેડિકલ સર્વિસ કોર્પોરેશન ઊભું કરાશે
બે લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવશે.

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors