Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,201 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » જાણવા જેવુ

ચાંદી-સોનાની વિદેશી મુદ્રા પર મુદ્રિત એકમાત્ર ભારતીય મહામાનવ મહાત્મા ગાંધી

by on July 12, 2018 – 9:48 am No Comment | 463 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

gandhi-coin-bitcoin

સ્વતંત્ર ભારતની પોસ્ટલ હિસ્ટ્રી અને કોઈનેજ એ બંને વિશે વિચારતા એમ કહી શકાય કે આપણા દેશની પોસ્ટેજ સ્ટેમ્પસના ઈતિહાસમાં વ્યક્તિ વિશેષની સ્મૃતિમાં ખાસ સ્મારક ટપાલ ટિકિટો રજૂ કરવાની પ્રથા આઝાદી પછી ટૂંક સમયમાં એટલે કે ૧૯૪૮ની શરૂઆતમાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, પરંતુ ચલણી સિક્કાઓની બાબતે આવું બન્યું નહતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાર બાદ દોઢ દશક વીત્યે ૧૯૬૪માં આપણા દેશના સૌ પ્રથમ સ્મારક સિક્કા ચલણમાં આવ્યા હતા. આઝાદીની વર્ષગાંઠના અવસરે પ્રકાશિત દેશની સૌ પ્રથમ સ્મારક ટિકિટો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા રૂપે જારી કરવામાં આવી હતી, જયારે સૌ પ્રથમ સ્મારક સિક્કા આપણા પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની યાદમાં બહાર પાડવામાં આવ્યા હતા. ૧૯૬૪ના મે માસમાં વડાપ્રધાન નહેરૂનું અવસાન થયું તે પછી તે જ વર્ષમાં તેમના ૭૫માં જન્મદિનના અવસરે ૧૪મી નવેમ્બરના રોજ ૫૦ પૈસા અને ૧ રૂપિયા મૂલ્યના ત્રણ પ્રકારના ચલણી સિક્કા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રજૂ કર્યા હતા. આ પછી પાંચ વર્ષ વીત્યે ૧૯૬૯ના ઓક્ટોબરના પ્રારંભે ગાંધી સ્મારક કોઈન્સ અને કરન્સી નોટોની રજૂઆત થવા પામી હતી. આપણા દેશની ન્યૂમિસ્મેટિક હિસ્ટ્રીમાં ગાંધી જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે બે ઓક્ટોબર ૧૦૬૯ના રોજ રજૂ કરવામાં આવેલા સ્મારક સિક્કાનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે આઝાદી પછીના બે દાયકા વીત્યે પહેલ વહેલી વખત ૧૦ રૂપિયા મૂલ્યના ચલણી સિક્કા ચલણમાં મૂકાયા હતા. ૧૯૪૭માં બ્રિટીશ શાસનના સમાપનની સાથે આપણા દેશમાં ચાંદીના સિક્કાનો યુગ આથમી ચૂક્યો હતો. પરંતુ ગાંધીજીની સ્મૃતિમાં ૧૯૬૯માં રજૂ કરવામાં આવેલ સર્વોચ્ચ મૂલ્યનો સિક્કો ચાંદીનો હતો, જેને લોકોએ હર્ષભેર વધાવી લીધો હતો. આ પછી તો ૧૯૭૦થી માંડીને અત્યાર સુધીમાં દરેક વર્ષમાં ૫૦ રૂપિયા અથવા મોટે ભાગે તો ૧૦૦ રૂપિયા સુધીના મૂલ્યમાં મિન્ટ કરવામાં આવેલ રજત મુદ્રાની રજૂઆત થતી રહી છે. અત્યાર સુધીમાં અનેક પ્રતિભાઓ તેમજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં ઐતિહાસિક મહત્વની ઘટનાઓ સ્મૃતિમાં સ્મારક સિક્કા વર્ષો વર્ષ રજૂ થતા રહ્યા છે. હકીકતમાં આવા સિક્કા બજારમાં ફરતા નથી હોતા પરંતુ દેશ અને દુનિયાના સંગ્રાહકો માટે જ નિયમિત રૂપે બહાર પાડવામાં આવે છે. અલબત્ત, ૧૯૬૧માં આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને રૂમાનિયાએ કવિરવીન્દ્રનાથ ટાગોર અને તેજ વર્ષની શરૂઆતમાં અમેરિકા (યુએસએ)ના પોસ્ટ વિભાગે ગાંધીજીની યાદમાં ખાસ સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ્સ પ્રકાશિત કરી ત્યાર પછી અત્યાર સુધીમાં વીતેલા પાંચ દાયકાઓ દરમિયાન દુનિયાના અનેક દેશોએ ભારતીય અથવા ભારતીય મૂળના બે ડઝનથી વધુ મહાનુભાવોને પોતાની ફિલાટેલિક સામગ્રી ઉપર સન્માનિત કરેલ છે, પરંતુ ગાંધીજી સિવાય બીજી એક પણ એવી ભારતીય વ્યક્તિ નથી કે જેની યાદમાં પરદેશમાં ચલણી સિક્કા રજૂ કરવામાં આવ્યા હોય. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આજમાન, ઓસ્ટ્રેલિયા, ઈક્વેટોરીયલ સાઉથ આફ્રિકા જેવા દેશોએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આદરાંજલિ અર્પિત કરવાના એક પ્રયાસ રૂપે ગાંધી જન્મ શતક વર્ષ, ભારતની સ્વતંત્રાની સુવર્ણ જયંતી અથવા આંતરરાષ્ટ્રીય અહિંસા વર્ષની ઉજવણી નિમિત્તે ખાસ સ્મારક સિક્કા જારી કર્યા છે, જેમાં ચાંદી અને સોના જેવી મૂલ્યવાન ધાતુના બનેલા ગાંધી સ્મારક સિક્કાઓનો પણ સમાવેશ થાય છે. તદુપરાંત, બ્રિટન અને યુએસએમાં ગાંધી સ્મારક ગોલ્ડ મેડલ પણ જૂજ સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા હતા. – દિનેશ મિસ્ત્રી

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: