ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા.

 

આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (પંતપ્રધાન કે મુખ્ય મંત્રી કે Chief Minister) ડો. જીવરાજ મહેતા.

ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ઈસ ૧૮૮૭માં થયો. આઠ ભાઈબહેનોમાં સાતમું સંતાન. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી.

પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી ડો. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે ૧૯૦૯માં લંડન (ઈંગ્લેંડ) ગયા. તેમણે લંડનમાં એમડી અને એમઆરસીપી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી.

છ એક વર્ષના લંડન-નિવાસ દરમ્યાન ડો. જીવરાજભાઈ આપણા રાષ્ટ્રીય નેતાઓ ગાંધીજી, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે,, મહંમદ અલી ઝીણા, સરોજિની નાયડુ વગેરેના સંપર્કમાં આવ્યા.

ભારત પરત આવી ડો. જીવરાજભાઈએ મુંબઈમાં પ્રેક્ટીસ શરૂ કરી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ તરીકે પણ ડો. જીવરાજ મહેતાએ સેવા આપી. હંસાબહેન સાથે લગ્ન પછી તેઓ મુંબઈ સ્થાયી થયા.
અ‍ઢી રૂપિ‍યાની શિષ્‍યવૃત્તિ મેળવી મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી. મેડિકલ કોલેજની તમામ પરીક્ષાઓમાં પારિતોષિકો મેળવીને ઉત્તીર્ણ થયા. સ્‍વાતંત્ર્ય સંગ્રામ વખતે લડતના સંચાલનમાં મહત્‍વનો ફાળો આપ્‍યો. ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. ‘હિંદ છોડો’ આંદોલનમાં તેમણે જેલવાસ ભોગવ્‍યો. મહારાજા સયાજીરાવે પણ તેમની બુદ્ધિ-શક્તિનો લાભ લીધો હતો. મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં નાણાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. ૧૯૬૦ના પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય થયુ ત્‍યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્‍યમંત્રી બન્‍યા. જીવનના અંત સુધી તેમણે નિષ્‍ઠા અને પ્રામાણિકતાથી રાજ્યની અને દેશની સેવા કરી હતી. બાદમાં શ્રી જીવરાજભાઈ બ્રિટન ખાતે ભારતના હાઈકમિશનર અને પછી સંસદમાં ચૂટાયા હતા. સમભાવી વ્‍યક્તિત્‍વ અને નિખાલસ સ્‍વભાવને કારણે તેઓ ખૂબ લોકપ્રિય નેતા બની રહ્યાં હતા

ડો. જીવરાજ મહેતાએ મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM Hospital) તથા ગ્રાંટ મેડીકલ કોલેજના ડીન તરીકે કાર્યભાર સંભાળ્યો.

૧૯૬૦માં અગાઉના દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યોની રચના થઈ.

૧૯૬૦ની પહેલી મેએ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતનું પાટનગર અમદાવાદ બન્યું.

નવનિર્મિત ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (Chief Minister) તરીકે ડો. જીવરાજ મહેતા ચૂંટાયા.
ઈ. ૧૯૭૮માં ૯૧ વર્ષની જૈફ વયે અવસાન થતાં ગુજરાતે એક મહાન નેતા ગૂમાવ્‍યો. સરદાર પટેલે કહ્યું હતું કે : “એમના જેવા બાહોશ માનવીઓ ઘણા થોડાં છે. એમની પાસે સફળતાપૂર્વક વહીવટ કઈ રીતે કરવો તેમનો ઈલમ છે.”

અ‍ઢી રૂપિ‍યાની શિષ્‍યવૃત્તિ મેળવી મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી. મેડિકલ કોલેજની તમામ પરીક્ષાઓમાં પારિતોષિકો મેળવીને ઉત્તીર્ણ થયા. સ્‍વાતંત્ર્ય સંગ્રામ વખતે લડતના સંચાલનમાં મહત્‍વનો ફાળો આપ્‍યો. ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. ‘હિંદ છોડો’ આંદોલનમાં તેમણે જેલવાસ ભોગવ્‍યો. મહારાજા સયાજીરાવે પણ તેમની બુદ્ધિ-શક્તિનો લાભ લીધો હતો. મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં નાણાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. ૧૯૬૦ના પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય થયુ ત્‍યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્‍યમંત્રી બન્‍યા. જીવનના અંત સુધી તેમણે નિષ્‍ઠા અને પ્રામાણિકતાથી રાજ્યની અને દેશની સેવા કરી હતી. બાદમાં શ્રી જીવરાજભાઈ બ્રિટન ખાતે ભારતના હાઈકમિશનર અને પછી સંસદમાં ચૂટાયા હતા. સમભાવી વ્‍યક્તિત્‍વ અને નિખાલસ સ્‍વભાવને કારણે તેઓ ખૂબ લોકપ્રિય નેતા બની રહ્યાં હતા. ઈ. ૧૯૭૮માં ૯૧ વર્ષની જૈફ વયે અવસાન થતાં ગુજરાતે એક મહાન નેતા ગૂમાવ્‍યો.

સરદાર પટેલે કહ્યું હતું કે : “એમના જેવા બાહોશ માનવીઓ ઘણા થોડાં છે. એમની પાસે સફળતાપૂર્વક વહીવટ કઈ રીતે કરવો તેમનો ઈલમ છે.”

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors