Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 601 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » યુવા જીવનશૈલી

ગુજરાતી કવિઃ અમૃત ઘાયલ

by on June 6, 2012 – 12:27 pm No Comment | 634 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

આખું નામઃ અમૃતલાલ ભટ્ટ
જન્મઃ ઓગણીસમી ઓગસ્ટ, ૧૯૧૬સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ

અભ્યાસઃ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ

વિષેશઃ  ૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી.  મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.

એમની કૃતિઓ છે : ‘શૂળ અને શમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨) અને ‘ગઝલ નામે સુખ’ (૧૯૮૪). (- મોહમ્મદ શેખ)

શૂળ અને શમણાં (૧૯૫૪) : અમૃત ‘ઘાયલ’નો ગઝલસંગ્રહ. તેમાં સાદી અને સરળ બાનીમાં હૃદયના કોમળ ભાવો અસરકારક રીતે અભિવ્યક્ત થયા છે. પ્રિયમિલનની આતુરતા અને વિરહની વેદનાને વ્યક્ત કરતી આ ગઝલોમાં સૂફી રહસ્યવાદનો સ્પર્શ છે. મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલોમાં સ્વર-વ્યંજનની સંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય નોંધપાત્ર છે. ફારસીને બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણો અને રોજિંદી બોલચાલની ભાષાના શબ્દેના વિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી આ ગઝલો પરંપરાથી અલગ પડે છે.

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: