ઓખાહરણ-કડવું-૮૭
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ઓખાહરણ-કડવું-૮૭
આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાઈઓ.
રથ ઘોડા ને પામરીઓ, સૌ જાદવને બંધાવો. મારા નવલા વેવાઈઓ.
જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલા વેવાઈઓ.
પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો. મારા નવલા વેવાઈઓ.
દક્ષિણના ચીર, રાણી રુક્ષ્મણીને આપો. મારા નવલા વેવાઈઓ.
સાળુ ને ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ.
પાટણનાં પટોળાં, રાણી જાંબુવતીને આપો. મારા નવલા વેવાઈઓ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.