ઓખાહરણ-કડવું-૪૦
ઓખાહરણ-કડવું-૪૦ (રાગ-પરજ)
આપો આણી, એ વર મુને આપો હો આણી,
નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. ટેક
મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે;
મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી.
જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે;
અંગ શોભે એ ભીને વાન, તે વર મુને આપો હો આણી.
જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે;
તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને આપો હો આણી.
વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે;
તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને આપો હો આણી.
રાજે પીતાંબર પરીધાન રે, મુને કહેતો ગયો નહિ નામ રે;
ત્યારે ક્યાંથી સરે મારૂં કામ, તે વર મુને આપો હો આણી.
ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે;
બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને આપો હો આણી.
કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ તે ચોકીમાંય રે;
ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલામાંય. તે વર મુને આપો હો આણી.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )