Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm | 1,134 views

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ઓખાહરણ

ઓખાહરણ-કડવું-૩૬

by on June 14, 2013 – 8:51 am No Comment | 428 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
Facebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0Digg

ચિત્રલેખા સ્વપ્ન દ્રારા ઓખના સ્વપ્ન-ભરથારને આલેખે છે
ઓખાહરણ-કડવું-૩૬            (રાગ-કલ્યાણી)
ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,
લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે.

હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે;
સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા.

સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા;
હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે.

ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે;
બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને રમતું રે.

ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કરમાં સાહીને,
રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળલોક લખાય રે.

પાતાળ લખ્યું,રસતાલ લખ્યું,અતળ લખ્યું, વિતળ લખ્યું તેણીવાર રે,
લખ્યા પાતાળલોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે (૬)

વાસુકી નાગ લખ્યા ને તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણીવાર રે,
ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણી વાર રે.

મારી ઓખાબાઇ સલુણી ઓરાં આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને,
બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે.

આ તો કાળા લીલા પીળા સાપ રે,લખનારી ચિત્રલેખા તારા બાપ રે.

ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને,
હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે.

અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું,મારવાડ લખ્યું;
ખોરાસન લખ્યો ને બંગાલ લખ્યો, ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખીયા ર.

શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગર્ધવમુખા લખ્યા,
એકદંતા લખ્યા,ચરિત્રવાળાને,લખી વનસ્પતિ ભાર અઢાર રે.

ઓખા આવી જુઓ ભરથાર રે. બાઇ કાગળ લખ્યો તે તારો પાડ રે,
હું શું સ્વપ્નાંતરમાં પરણી આવાં ઝાડ રે.

બાઇ લખતાં તે લેખણ તૂટી રે; ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે,
થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે.

Jitendra Ravia (1891 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.