ઐતિહાસિક ગુજરાતી પાત્ર- વીર મેઘમાયા
શહીદ વીર મેઘમાયાનો જન્મ \”ગુજરાતનો નાથ\” તરીકે ઓળખાતા આપણા પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતિ જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પાટણમાં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
શહીદ વીર મેઘમાયા વિશે આપણા ગુજરાતના જાણીતા સાહિત્યકાર તથા ઇતિહાસવિદ્દ ડૉ.દલપત શ્રીમાળીએ સંશોધનો કરીને \”હરિજન સંત અને લોકસાહિત્ય\” નામે એક મહાગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના આપણા મુર્ધન્ય સાહિત્યવિદ્દ તથા દંતક્થારૂપ વિદ્વાન સ્વ.શ્રી કે. કા. શાસ્ત્રીજીએ લખી છે. આ મહાગ્રંથમાંથી શહીદ વીર મેઘમાયા વિશે તમામ વિગતો મળી રહેશે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )