Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 514 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » યુવા જીવનશૈલી

ઉશનસ્

by on June 12, 2012 – 5:04 pm No Comment | 682 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

જન્મઃઅઠ્ઠાવીસમી સપ્ટેમ્બર, ૧૯૨૦ સાવલી(વડોદરા )
આખું નામઃ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે.
અભ્યાસઃ ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨
મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ.
૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ

વિષેશઃ
૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

પ્રસૂન, નેપથ્યે,આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી વગેરે એમના જાણીતા કાવ્યગ્રંથો છે.

૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રતિશષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિવ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાનો અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્ક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે.

‘પ્રસૂન’ (૧૯૫૫) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે. ‘નેપથ્યે’ (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી પાત્રપ્રધાન દીર્ઘરચનાઓ છે. ‘આર્દ્રા’ (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો છે. અહીં ચિંતનને ઇન્દ્રિયધન અપાયેલુંરૂપ આસ્વાદ્ય છે. ‘મનોમુદ્રા’ (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) આધુનિકતાની અભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્રા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યક્તિમાં કલ્પનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતનવિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮)માં કવિનો પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. તૃણનો ચાલી આવેલો વિષય અહીં આકર્ષક વાગ્છટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે’ જેવું સૉનેટગુચ્છ શબ્દચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. ‘કિંકિણી’ (૧૯૭૧) એમનો ગીતસંગ્રહ છે, તો ‘ભારતદર્શન’ (૧૯૭૪) પ્રવાસકાવ્યોનો સૉનેટસંચય છે. ‘અશ્વત્થ’ (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુક્તક, હાઈકુ જેવા કાવ્યપ્રકારોને પણ અજમાવવામાં આવ્યાં છે. ‘રૂપના લય’ (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક ‘એકસ્ટસી’ કાવ્યો આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭) ભક્તિપ્રેમની ઈકોતેર ગીતરચનાઓ આપે છે. કવિની આર્દ્રતાને ક્યાંક અહીં રોચક રૂપ મળ્યું છે. ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિષ્પત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અદ્યતન રીતિ અખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. ‘શિશુલોક’ (૧૯૮૪) શિશુકૃતિઓનો સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના આસ્વાદ માટેની નહિ પણ શિશુકેન્દ્રી રચનાઓ છે.

સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યપવિચાર એમના વિવેચનને આગવું બળ આપે છે. ‘બે અધ્યયનો’ (૧૯૫૨)માં ‘પ્રાચીના’ અને ‘શેષનાં કાવ્યો’ની આલોચના છે; તો ‘રૂપ અને રસ’ (૧૯૬૫)માં સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન, આસ્વાદવિવરણ અને અવલોકનો છે. ‘ઉપસર્ગ’ (૧૯૭૩)માં ગદ્યસાહિત્યનું વિવેચન અને ઉમાશંકર જોશી વિશેના ત્રણ લેખોમાં મળતું મૂલ્યાંકન ધ્યાનપાત્ર છે. ‘મૂલ્યાંકનો’ (૧૯૭૯)માં એમની સહૃદય સાહિત્યદ્રષ્ટિના પરિચાયક એવા સુદીર્ઘ અભ્યાસલેખો છે. સંસ્મરણોના સંચય ‘સદમાતાનો ખાંચો’ (૧૯૮૮)માં એમનો અતીત નિરૂપાયો છે.

તૃણનો ગ્રહ (૧૯૬૪) : ઉશનસનો કાવ્યસંગ્રહ. ત્રણેક સૉનેટ-ગુચ્છને કારણે ધ્યાન ખેંચતો આ સંગ્રહ શિખરિણીનો સૌથી વધુ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરે છે. ‘રસ્તો અને ચહેરા’નાં વીસ સૉનેટમાં અફળ પ્રીતિનાં વિવિધ સ્વરૂપો અંગત વેદનાને ઘૂંટે છે; છતાં વાતચીતની છટાના સહજ નમૂનાઓને કારણે આસ્વાદ્ય છે. ‘પૂ. બાપા જતાં’નાં આઠ સૉનેટ પિતાના મૃત્યુથી પિતા સાથેના તાદાત્મ્ય સુધી પહોંચતી સંવેદનાની સર્જક અભિવ્યક્તિ દાખવે છે. ‘વળી પાછા વતનમાં’માં તૃણનું કાવ્યસ્વરૂપ આકર્ષક છે. આમેય, ‘તૃણનો ગ્રહ’ જેવા કાવ્યમાં કાવ્યમાં કવિની તૃણપ્રીતિ અપૂર્વ છે. વળી, ઋતુએ ઋતુએ પલટાંતાં પ્રકૃતિદ્રશ્યોનાં આલેખનો પરંપરામાં રહીને આછા ચમકારા બતાવે છે.

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: