Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,238 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » બિઝનેશ જીવનશૈલી, યુવા જીવનશૈલી

ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે ભારત

by on February 20, 2012 – 1:18 pm No Comment | 1,085 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

જહોન મૌચલી અને જે. પ્રિસ્‍પેર ઇકર્ટે અને તેમની ટીમે મૂરે સ્‍કૂલ ઓફ એન્જિનિયરીંગ, ફિલાડેલ્‍ફીયા ખાતે ૧૯૪૫માં પ્રથમ કોમ્‍પ્‍યુટર બનાવ્‍યું. ‘એનિઆર્ક‘ તરીકે ઓળખવામાં આવતું જેમાં ર૦,૦૦૦ વધુ વાલ્‍વ હતા અને એક વિશાળ ઓરડામાં રાખવામાં આવેલ. જ્યારે ૧૯૫૪માં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્‍ડામેન્‍ટલ રિસર્ચ ખાતે પ્રથમ ડીજીટલ કોમ્‍પ્‍યુટરના વિકાસની શરુઆત થઇ.
ભારતમાં ૧૯૫૫માં એઇસી-ર એમ કોમ્‍પ્‍યુટર ઇન્ડિયન સ્‍ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટમાં લંડનથી આવેલ ૧૯૫૭માં મુંબઇ ખાતે ટીઆઇએફઆર પ્રથમ કોમ્‍પ્‍યુટર ‘ટીઆઇએફઆરએસી‘ દ્રારા બનાવવામાં આવ્‍યું. ત્‍યારબાદ આઇએસઆઇ દ્રારા જાધવપુર યુનિવર્સીટી ખાતે જેએસઆઇજેયુ-૧ કોમ્‍પ્‍યુટર ૧૯૬૬માં તૈયાર કરવામાં આવેલ. પરંતુ પ્રથમ વ્‍યાપારીક ધોરણે ઇએસએસઓ સ્‍ટાન્‍ડર્ડ ઇસ્‍ટર્ન મુંબઇ દ્રારા ૧૯૬૧માં તૈયાર થયેલ. ત્‍યારબાદ ૧૪ કોમ્‍પ્‍યુટર વિવિધ સંશોધન કરતી સંસ્‍થામાં આપવામાં આવ્‍યા. ૧૯૬૫થી ૬૬માં ૩૦ જેટલા કોમ્‍પ્‍યુટર સ્‍થાપિત કરવામાં આવ્‍યા. આઇ.આઇ.ટી. કાનપુર ખાતે આઇબીએમઃ ૭૦૪૪ કોમ્‍પ્‍યુટર ૧૯૬૬માં સ્‍થાપીત કરવામાં આવ્‍યું. એ સમય દરમીયાન કોમ્‍પ્‍યુટરની જરુરીયાત અને વિકાસ માટે ભાભા કમિટીની નિમણૂક કરવામાં આવેલ અને તેના દ્વારા કોમ્‍પ્‍યુટર ક્ષેત્રે ઝડપથી વિકાસ કરવાનું નક્કી કર્યુ. ૧૯૭૦માં ઇલેકટ્રોનિકસ કમિશનની રચના કરવામાં આવી. જેના ચેરમેન એમ. જી. કે. મેનન હતાં. તેમણે આ માટે ઝડપી કાર્ય થઇ શકે તે માટે વિવિધ સંસ્‍થાઓ શરુ કરી, ત્‍યારબાદ ૧૯૮૦માં ટાટા કન્‍સલ્‍ટન્‍સી સર્વિસ બીજી કંપની સાથે જોડાઇને હિંદીટ્રોન પરની કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ, ડેટામેટિક, ઇન્‍ફોસિસ, વિપ્રો અને ટાટા બરોધ લીમીટેડ વગેરે એકમો શરુ થયા. સોફટવેર તેમજ હાર્ડવેર ક્ષેત્રે ઉત્‍પાદનો શરૂ થયા. ૧૯૮૪માં સ્‍વ. રાજીવ ગાંધી આવતા શેશગિરીના નેતૃત્‍વ નીચે કોમ્‍પ્‍યુટર ક્ષેત્રે વિકાસની પોલીસી તૈયાર કરવાનું થયું. ૧૯મી નવેમ્‍બર ૧૯૮૪ આની જાહેરાત કરવામાં આવી.

આ દરમિયાન ભારતમાં તૈયાર થયેલ સોફટવેરની નિકાસ વધવા લાગી. તેમાં ડો. શેશાગિરીનો ઘણો ફાળો હતો. ત્‍યારબાદ ૧૯૯૧માં નવેસરથી પોલીસી ઘડવામાં આવી જેથી ભારતમાં ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીને વેગ મળ્યો. તેમાં સોફટવેર ટેકનોલોજી પાર્ક તૈયાર કરવાનું સૂચવવામાં આવ્‍યું જેથી સોફટવેરના નિકાસને પ્રોત્‍સાહન મળે. ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇલેકટ્રોનિકસ દ્રારા સોફટવેર ટેકનોલોજી પાર્કની શરૂઆત બેંગલોર થી કરવામાં આવી. સાથોસાથ પુના અને ભુવનેશ્વર ખાતે શરૂ કરવામાં આવ્‍યા. જૂન ૧૯૯૧થી આ પાર્ક કંપનીના માલિકીને ધોરણે ઉભા કરવાની શરુઆત થઇ. જેમાં સીધેસીધું સરકારી વિભાગની દખલગીરી નહોતી. ભવિષ્‍યમાં ઇલેકટ્રોનિકસ અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીમાં થઇ રહેલા ઝડપી વિકાસને ધ્‍યાનમાં લઇ ૧૯૮૮માં નેશનલ એસોસીયેશન ઓફ સોફટવેર અને સર્વીસીઝ કંપનીઝ નાસકોમ-૩૮ સભ્‍યો સાથે શરૂ થઇ. ૧૯૯૯માં ૪૬૪ સભ્‍યો થયા. આજે ૯૫ ટકા જેટલી કં૫નીઓ આ નાસકોમમાં જોડાયેલ છે. નાસકોમનું કાર્ય વિવિધ સોફટવેરનો વિકાસ કરવાનું તેમજ તેની પોલીસીઓ નક્કી કરવાનું છે. આજે ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીમાં નાસકોમની ભૂમિકા ઘણી મહત્‍વની છે. ૧૯૯૮માં સરકાર આ ક્ષેત્રેના ઝડપી વિકાસ માટે ખાસ વિભાગની રચના કરી. જેનો ધ્‍યેય આમ લોકોની જરુરીયાતો, સંદેશા વ્‍યવહાર ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, વાણિજય ક્ષેત્રે ધ્‍યાનમાં લઇને તેમજ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીનો વ્‍યાપ વધે તેવું ધ્‍યાન રાખવામાં આવ્‍યું. ૧૯૯૯માં નેશનલ પોલીસી ટેલીકોમ જાહેર કરવામાં આવી.
૧૯૮૦માં ર૧ એકમો હતાં. ર૦૦૪ સુધીમાં ૩૧૭૦ એકમો ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મોટે પાયે શરૂ થયા. નિકાસ ૧રર૦૦ લાખ ડોલરની થઇ. એટલું જ નહીં પરંતુ ર૦૦૦ના વર્ષમાં જે વાયરસની ભીતિ તેમજ પ્રોગ્રામ પૂર્ણ થઇ જવાની ભીતિ હતી તેને દૂર કરવા ભારતમાં આઇટી ક્ષેત્રના તજજ્ઞોની માંગ સમગ્ર વિશ્વ માં વધી ગઇ. ૧૯૯૮માં અમેરીકાએ એચ-૧ વિઝા ૬૫૦૦૦થી ૧૩૦૦૦૦ કર્યા. ૧૯૯૯માં વધીને ૧૯૫૦૦૦ વિઝા આપ્‍યા. ઉપરાંત ૫૦૦ કંપની ર૦૦૦ વર્ષના ઉકેલમાં લાગી ગઇ ત્‍યારે ભારતે ર.૫ કરોડ ડોલરની કમાણી કરી, ત્‍યારબાદ આ ક્ષેત્રે અવિરતપણે વિકાસ થવા લાગ્‍યો. ભારતમાં આઇ.આઇ.ટી. માં ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી અંગેના અભ્‍યાસક્રમો દાખલ કરવામાં આવ્‍યા. આ અંગે જર્નલ શરૂ કરવામાં આવ્‍યા સી-ડેક પુના ખાતે શરૂ કરવામાં આવ્‍યા. સુપર કોમ્‍પ્‍યુટર તૈયાર અહીં તૈયાર કરવામાં આવ્‍યાં. સી-ડેક દ્રારા રશિયા ખાતે સોફટવેર બનાવી નીકાસ કરેલી.
\"\"
ડૉ.રમેશભાઇ ભાયાણી

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: