Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » સ્ત્રી જીવનશૈલી

અજમાવી જુઓ

by on November 3, 2012 – 5:24 pm No Comment
[ssba]

*કપડાં પર તમાકુવાળા થૂંકનો ડાધ પડ્યો હોય તો, ડાધની બંને બાજુએ કળી ચૂનાનો લેપ કરી કપડાને થોડો સમય સૂકવ્‍યા પછી ચૂનો સાફ કરતા ડાધ નીકળી જશે.
*ફલાવર પોટમાં રાખેલા ફૂલને વધારે દિવસ ખીલેલા રાખવા માટે ફલાવર પોટનાં પાણીમાં ન વપરાતી દવાની ટેબલેટ નાંખવાની ફૂલ વધારે દિવસ તાજા રહેશે.
*ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્‍યારે ઉપયોગ કરી શકાય છે.
*ભજીયાનાં ખારામાં ખાવાનો સોડાને બદલે દૂધ અથવા લીંબુના ફુલ નાખવામાં આવે તો ભજીયા ફૂલે છે અને પૌષ્ટિ ત્તત્‍વો સચવાઈ રહેશે.
*ઘંઉના લોટમાં થોડો ચોખાનો લોટ મેળવી બાંધવાની રોટલી ખૂબ જ મુલાયમ અને સફેદ થશે.
*મેથીની, પાલકની કે કોઈપણ લીલી ભાજીને સમારી તેને મીઠાઈના ખાલી બોકસમાં ભરી ફ્રિઝમાં મૂકી રાખવાથી ઘણાં દિવસો સુધી તાજી રહે.
*ખીલ પર મૂળાના પાનનો રસ લગાડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
*મીઠા લીમડાં કે ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્‍યારે ઉપયોગ કરી શકાય છે.
*ગરમ પાણી વડે લોટ બાંધવાથી રોટલી પોચી બને છે.
*હુંફાળા પાણીમાં નખને પાંચ મિનિટ બોળી રાખવાથી તે મુલાયમ બનશે.
*કોઈપણ વસ્‍તુ રાંધતી વખતે એની ઉપર ઢાંકણ ઢાંકી રાખવાથી તેમાં પૌષ્ટિક ત્તત્‍વો નાશ પામશે નહિ.
*વીજળીની સગડી કે ગેસના સ્‍ટવ પર ડાઘ પડી ગયા હોય તો એક ચોખ્‍ખું કપૂર એરંડાના તેલમાં પલાળી ડાઘ દૂર થાય છે.
*ઢોસા અને ઈડલીના ચોખા પીસતી અખતે એમાં મેથીનાં થોડા દાણા નાખવાથી ઢોંસા અને ઈડલી સ્‍વાદિષ્‍ટ બનશે.
*હળદર અને લીંબુના રસ મિશ્ર કરી ખીલના ડાઘ પર લગાડવાથી ડાધ દૂર થાય છે.
*નેલ પોલિશને છેલ્‍લા ટીપા સુધી બહાર લાવવા માટે ફ્રીજમાં મૂકો.
*ચામડીની વસ્‍તુ પર મીઠા તેલમાં સરકો મેળવી લગાડવાથી તેની પર લીસોટા પડશે નહિ.
*ચણાનાં લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં ઉપર માલીશ કરવાથી ચામડી ગૌવર્ણની અને તેજસ્‍વી બને છે.
*લીલા કાચા કેળાને પોલીથીન બેગમાં મૂકી રાખવાથી કેળા તરત પાકી જશે.
*ઝાંખા પડી ગયેલો સોનાના દાગીના ઉપર ટુથપેસ્‍ટ ઘસી પાણીથી ધોઈ નાંખો.દાગીના ચમકી ઉઠશે.
*બદામના છોડાંને બાળી તેની ભસ્‍મ બનાવી દાંતે મંજન કરવાથી દાંત મજબૂત બને છે.
*મુલતાની માટીમાં હળદર, દૂધ અને ચંદન મેળવી રાત્રે મોં પર લગાડી સવારે ચોખ્‍ખા પાણીથી ધોઈ નાંખવું. મોં ચમકદાર બને છે.
*ચોખાના ઓસામણથી સુતરાઉ સાડીને આર કરવાથી તે એકદમ કડક બને છે.
*વાનગી તળતી વખતે તેમાં એક ચમચી ચોખ્‍ખું ઘી નાખવાથી તે વાનગી લાંબો સમય સુધી સારી રહે છે.
*આદુને તાજુ રાખવા માટે ભીની માટીમાં દાટી રાખવાથી સુકાશે નહિ.
*તુવેરદાળ ઝડપથી ચડતી ન હોય તો તેમાં કાચી સોપારીનો એક ટુકડો નાંખી દેવો. જેથી દાળ ઝડપથી અને એકરસ થઈ જશે.
*ચામાં ગુલાબની પાંદડીઓ નાખવાથી ચામાં ગુલાબની સુગંધથી ચા સ્‍વાદિષ્‍ટ બનશે.
*ભાત બનાવતી વખતે તેમાં થોડું મીઠું- ચોખ્‍ખું ઘી અને થોડું લીંબુ નીચોવવાથી ભાતની સોડમ સરસ થશે અને ભાત છૂટો થશે.
*ઢોકળામાં સોડાને બદલે ઈનો ફ્રુટ સોલ્‍ટ નાખવાથી ઢોકળા ખૂબ પોચા બને છે.
છાશમાં ગરમ કરેલા તેલમાં જીરૂ-રાઈ-હિંગનો વધાર કરવાથી છાશ વધારે સ્‍વાદિષ્‍ટ લાગે છે.
*પુરી બનાવતી વખતે તેમાં અડધી ચમચી ખાંડનું પાણી નાખવાથી પુરી ફૂલેલી જ રહેશે.
*શુધ્‍ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગ લઈ બરાબર એકરસ કરી બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સુતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્‍માના નંબર ઘટે છે.
*અધકચરા ત્રિફળા ચૂર્ણને રાત્રે પલાળી રાખી, સવારે ગાળી તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
*સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોના ફુલા મટે છે, આંખ સ્‍વચ્‍છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
*આંખ આવેલી હોય તો લીંબુનો રસ, બધ, ફટકડી વાટી લગાડવાથી ઘણી રાહત થાય છે.
*સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખોનું તેજ વધે છે.
*કાચનાં વાસણ ધોતી વખતે વોશબેસિનની નીચે જૂના જાડા ટુવાલનો ટુકડો પાથરી દો. તેનાથી કાચનાં વાસણ તૂટવાનો ભય ઓછો રહે છે.
*અણીદાર ચપ્‍પુ, કાંટા વગેરેને રસોડાના અંદરના ખાનામાં કયારેય ન રાખો, પણ કોઈ ઊંચા સ્‍ટેન્‍ડ પર રાખો.
ગેસની સગડી હંમેશા ગેસ સિલિન્‍ડરના ઉપરના ભાગમાં રાખો.
*ગેસ સિલિન્‍ડર બદલતી વખતે બારી-બારણાં ખુલ્‍લાં રાખો. ગેસ લીક થવાની જરા પણ શંકા જાય, તો દીવાસળી અથવા લાઈટર લળગાવશો નહી, સાથોસાથ વીજળીનું કોઈપણ સાધન ચાલુ- બંધ ન કરશો.
*રસોઈ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં બધી જ પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઈએ, જેવી કે, શાકભાજી સમારેલાં હોય, મસાલા તૈયાર હોય, લોટ બાધ્‍યો હોય વગેરે. જેથી ઉતાવળે કંઈ કરવું ન પડે અને રઘવાટ ન થાય.
*રસોડામાં પાણીની યોગ્‍ય વ્‍યવસ્‍થા હોવી જોઈએ. રસોઈ કરતાં દાઝી જવાય તો દાઝેલો ભાગ પાણીમાં બોળી દેવો અથવા તેના ઉપર ઠંડું પાણી રેડવું. દાઝેલા ભાગને વધારે સમય સુધી પાણીમાં રાખવાથી બળતરા ઓછી થઈ જાય છે, પછી ડોકટરને બતાવો.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.